________________
પૂર્વે આવી ચર્ચાના કોઈ ગ્રંથ લખાયા હોય તો તે ઉપલબ્ધ નથી. સંભવ છે કે ભરતમુનિની પૂર્વે પણ અલંકારના સ્વરૂપ અને પ્રકારની વિચારણા થઈ હોય. અલંકાર' શબ્દ ભરતમુનિએ સૌંદર્યના વ્યાપક અર્થમાં નાટ્યશાસ્ત્રમાં પ્રયોજ્યો છે. અલંકાર એટલે નાટકની ભાષાને ઓપ આપવાની યુક્તિ એમ એમણે કહ્યું છે. એથી એમણે જે દ્વારા નાટકનું સૌંદર્ય પૂર્ણ રીતે સધાય તેવા નાટકના અલંકારો પણ બતાવ્યા છે. નેપથ્યાલંકાર, સત્ત્વાલંકાર, પાક્યાલંકર, વર્ણાલંકાર, કાવ્યાલંકાર, પ્રયોગાલંકાર એ બધા નાટ્યાલંકારો દ્વારા નાટકનું લેખન અને એની ભજવણી સુંદર બની શકે.
વાચિક અભિનયના સંદર્ભમાં કાવ્યાલંકારોની વિચારણા નાટ્યશાસ્ત્રમાં કરવામાં આવી છે. ભરતમુનિ કહે છે કે કાવ્ય દોષોથી મુક્ત હોવું જોઈએ; ગુણોથી યુક્ત હોવું જોઈએ; અલંકારોથી મંડિત હોવું જોઈએ અને લક્ષણોથી યુક્ત હોવું જોઈએ. ત્યાં એમણે દસ દોષ, દસ ગુણ, ચાર અલંકાર અને છત્રીસ લક્ષણોનો નિર્દેશ કર્યો છે:
આમ, સ્પષ્ટ રીતે ભરતમુનિએ ચાર અલંકારો અને છત્રીસ કાવ્યલક્ષણો ગણાવ્યાં છે, પરંતુ અલંકારો અને કાવ્યલક્ષણો ક્યાં અને કેવી રીતે જુદાં પડે તે સ્પષ્ટ રીતે બતાવ્યું નથી. એમણે લક્ષણોનું સ્વરૂપ ઓળખાવ્યું છે, પરંતુ લક્ષણોની વ્યાખ્યા બાંધી નથી.
ભરતમુનિએ “નાટ્યશાસ્ત્રમાં યમક, ઉપમા, રૂપક અને દીપક એમ ચાર અલંકારો ગણાવ્યા છે. એ ચારમાંથી વાસ્કના “નિરુક્ત”માં ફક્ત ઉપમા અલંકારોનો ઉલ્લેખ છે. “નિરુક્તમાં રૂપકનો ઉલ્લેખ નથી, પણ એમાં લુપ્તોપમાનો જે પ્રકાર બતાવ્યો છે તેને રૂપક ગણી શકાય. પાણિનિના “અષ્ટાધ્યાયી'માં, કાત્યાયનની વૃત્તિમાં અને શાંતનવના ટ્ટિસૂત્ર તેમજ પતંજલિના મહાભાષ્યમાં “ઉપમાન', “ઉપમેય’ વગેરેના સંબંધોના વિષયની ચર્ચા જોવા મળે છે. પરંતુ તેમાં રૂપકનો સ્પષ્ટ અને સ્વતંત્ર નિર્દેશ મળતો નથી. ઉપમાની સાથે રૂપકનો સ્પષ્ટ નિર્દેશ બાદરાયણના વેદાન્તસૂત્રમાં જોવા મળે છે. આમ, નિરુક્ત અને વેદાંતસૂત્રમાં ઉપમા અને રૂપક એ બે અલંકારોના સ્વરૂપનાં બીજ જોવા મળે છે. તેમાં પણ ઉપમા' વિશે વિચારણા વધારે વિગતે જોવા મળે છે. વાસ્કે ઉપમાના ભૂતોપમા, રૂપોપમાં, સિદ્ધોપમાં, લુપ્તપમાં, અર્થોપમાં એવા પ્રકારોનો ઉલ્લેખ કર્યો છે, એટલું જ નહિ પણ તેમણે ગાર્શ્વનાં ઉપમાલક્ષણોનો પણ નિર્દેશ કર્યો છે. ગાર્ડે કહ્યું છે કે જ્યારે બે ભિન્ન ભિન્ન વસ્તુની કોઈ પણ એક જાતીય ગુણ દ્વારા સરખામણી કરવામાં આવે ત્યારે તે ઉપમા કહેવાય. આ રીતે ઉપમાની સૌથી પહેલી વ્યાખ્યા ગાÁ પાસેથી આપણને મળે છે.
૨૯૨ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org