________________
कामं कंदर्पचाण्डालो मायि वामाक्षि निर्दयः । त्वयि निर्मत्सरो विष्टयेत्यग्राम्योऽर्थो रसावहः ॥
(અહીં એક યુવાન કન્યાને કહે છે) “હે વામાક્ષી, આ દુષ્ટ કામદેવ મારી સાથે નિર્દયપણે ભલે વ્યવહાર કરે, પરંતુ એ હજુ તારો દ્વેષ કરતો નથી એ સદ્ભાગ્યની વાત છે.” - આવો અગ્રામ્ય અર્થ જ રસાવહ બને.
1
અહીં બંને ઉદાહરણોમાં બંને યુવકોનો બોલવાનો અર્થ એક જ છે, પરંતુ બંનેની વાણીમાં કેટલો ફરક છે તે જોઈ શકાય છે. એકની વાણી ગ્રામ્ય લાગે છે અને બીજાની વાણી અગ્રામ્ય લાગે છે. ઠંડી કહે છે કે આથી બધા જ પ્રકારના અલંકાર અર્થને રસયુક્ત કરે છે અને અર્થની રસયુક્તતાનો મોટો આધાર વાણીની અગ્રામ્યતા ઉપર રહેલો છે. માટે તે કહે છેઃ
कामं सर्वोऽप्यलंकारो रसमर्थे निर्षिचति । तथाप्यग्राम्यतैवैनं भारं वहति भूयसा ॥
બીજી બાજુ અર્થની કશી ચમત્કૃતિ વિના કૃત્રિમ રીતે યોજેલી ભાષામાં અલંકાર આવતો નથી.
રુદ્રટના સમય સુધી એટલે કે લગભગ ઈ. સ. ૮૫૦ સુધી અલંકાર’ શબ્દ આ વ્યાપક અર્થમાં વિશેષ વપરાતો હતો. એટલા માટે આલંકારિક’ શબ્દ આ વ્યાપક અર્થમાં આપણે વાપરીએ છીએ. ભામહ, ઉદ્ભટ, વામન અને રુદ્રટ વગેરે છટ્ઠાથી આઠમા સૈકા સુધીના આલંકારિકોએ પોતાના ગ્રંથનું નામ પણ ‘કાવ્યાલંકાર’ એવું આપ્યું છે. દડીએ પોતાના ગ્રંથનું નામ ‘કાવ્યાદર્શ’ રાખ્યું છે. પરંતુ ‘અલંકાર’ એટલે સૌંદર્ય' કે શોભા’ એવો વ્યાપક અર્થ થાય છે એની તેને ખબર હતી, માટે જ ‘કાવ્યાદર્શ’માં એ કહે છે :
काव्यशोभाकरान् धर्मान् अलंकारान् प्रचक्षते ।
પ્રાચીન સમયમાં રસ, રીતિ, ગુણ, વક્રોક્તિ ઇત્યાદિનો અંતર્ભાવ પણ ‘અલંકાર' શબ્દમાં જ થતો હતો. એથી જ આ આલંકારિકોના ગ્રંથનું નામ ‘કાવ્યાલંકાર’ હોવા છતાં એમાં તેમણે રસ, રીતિ, કાવ્યન્યાય, શબ્દશુદ્ધિ ઇત્યાદિ વિષયોની ચર્ચાવિચારણા પણ કરી છે.
અલંકારના સ્વરૂપ અને પ્રકારની ચર્ચા સૌ પ્રથમ આપણને ભરતમુનિના ‘નાટ્યશાસ્ત્ર’માં જોવા મળે છે. નાટ્યશાસ્ત્રની રચના ઈ. સ. પૂર્વે ૨૦૦થી ઈ. સ. ૨૦૦ના ગાળામાં થયેલી મનાય છે. આમ લગભગ બે હજાર વર્ષ પૂર્વે અલંકારના સ્વરૂપ અને પ્રકારની સવિગત વિચારણા થયેલી આપણને લિખિત રૂપમાં મળે છે. નાટ્યશાસ્ત્રમાં ભરતમુનિએ કરેલી દરેક વિષયની ચર્ચાવિચારણા, એમણે જ પહેલી વાર કરી અને તે પૂર્વે તેવી કોઈ ચર્ચાવિચારણા થઈ ન હતી એવું નથી. પરંતુ તે
અહંકાર * ૨૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org