________________
અલંકાર' શબ્દનો અર્થ આજે આપણે અનુપ્રાસ-ઉપમાદિ કાવ્યશાસ્ત્રના રૂઢ અલંકારો એવો કરીએ છીએ. વ્યવહારમાં અલંકાર' શબ્દનો અર્થ “આભૂષણ એવો થાય છે.
અલંકાર શબ્દ મનસ્ + પરથી (અથવા રમુ + 5 પરથી) આવ્યો છે. મનમેં ‘પૂર્ણ'. જેના વડે પૂર્ણતા સધાય તે અલંકાર, કર્નાયિતે રૂદ્ર ત નંઠા: ! અથવા નં%િયતે નેન તિ અલ્તાર: | - એ પ્રમાણે અલંકાર શબ્દ વ્યુત્પન્ન કરવામાં આવે છે. “અલંકાર' શબ્દ આપણને વેદમાં વપરાયેલો મળે છે. ત્યાં ‘અલંકાર એટલે ‘સમર્થ કરનારી વસ્તુ અથવા “ભૂષિત કરનારી વસ્તુ એવો અર્થ થાય છે. “શતપથ બ્રાહ્મણ'માં “ભૂષિત'ના અર્થમાં “અલંકૃત' શબ્દ વપરાયો છે.
આ રીતે પૂર્ણતા અર્ધી વસ્તુને જે સુંદર બનાવે તે અલંકાર, કાવ્યમાં જેના વડે એનું સૌંદર્ય પૂર્ણ બને તે અલંકાર એવો એક અર્થ અલંકારનો કરવામાં આવ્યો. વામન કહે છે સૌન્દર્ય નંહાર: અલંકાર શબ્દ આ રીતે સૌન્દર્યના વ્યાપક અર્થમાં વપરાયો છે.
કથનને સુંદર કે આકર્ષક બનાવનાર તત્ત્વ તે ચમત્કૃતિ કે વૈચિત્ર છે. માટે વૈવિચમ્ સત્ત: | અથવા વમત્કૃતિરત્નજાર: | એમ પણ કહેવાયું છે.
અલંકાર એક દષ્ટિએ ભાષાની વિશિષ્ટ ભંગિ પણ છે. એટલા માટે અલંકૃત ભાષાથી વસ્તુ જેટલી સુંદર રીતે કહેવાય તે જ વસ્તુ સાદી ભાષાથી નથી કહેવાતી. અર્થ એનો એ જ રહે છતાં સાદી ભાષામાં અને અલંકૃત ભાષામાં કેટલો ફરક છે કે કેટલાંક ઉદાહરણોથી સ્પષ્ટ થાય છે. બળદ ઘાસ ખાય છે એમ કહેવું હોય તો વર્તવર્લ તૃત્તિ મુવેન સા એમ કહેવાને બદલે યં ઢિ શિવવાહિદ્દો રિતીવિત વાતિ એમ આલંકારિક ભાષામાં કહેવામાં વિશેષ ચમત્કૃતિ સધાય છે. માણસ મૂર્ખ છે એમ કહેવા કરતાં “સરસ્વતીદેવીનો પ્રસાદ એને ચાખવા મળ્યો નથી' એમ કહેવામાં ઉક્તિ વધારે સુંદર લાગે છે. સાધારણ, સામાન્ય ભાષા અને કવિત્વમય ભાષા કેવી રીતે જુદી પડે છે તે બતાવવા માટે દડી બે ઉદાહરણ આપે છે. પહેલું ઉદાહરણ જુઓ :
कन्ये कामयमानं त्वां न त्वं कामयसे कथम् ।
इति ग्राम्योऽयमर्थात्मा वैरस्याय प्रकल्पते ॥ (એક તરુણ કન્યાને પૂછે છે, “હે, કન્યા ! હું તારી આટલી બધી ઈચ્છા કરું છું અને તું મારી ઈચ્છા કેમ જરા પણ કરતી નથી ?” – આવા ગ્રામ્ય અર્થવાળું કથન તો વિરસતા જન્માવે.
દડી બીજું ઉદાહરણ આપે છે :
ર0 સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org