________________
રહેવાનાં.
પ્રકૃતિમાં પ્રકાશ, રંગ અને આકૃતિનું અનેરું સંયોજન જોતાં મનુષ્યનું ચિત્ત પ્રસન્નતાથી ઊભરાય છે. કેવું સંયોજન હોય તો બધાં માણસોનાં મન હરખાય એ પારખવાની એની શક્તિ ખીલે છે. એની સૌંદર્યદ્રષ્ટિ વિકાસ પામે છે. જેમ પ્રકૃતિમાં તેમ જીવનમાં પણ બને છે. બાહ્ય પદાર્થો વડે પોતાના ઘરને કે દેહને સુશોભિત કરવાના, સગુણો વડે પોતાના જીવનને મંડિત કરવાના પ્રયત્નો મનુષ્યો કરે છે. એમાં વૈવિધ્ય અને નૂતનતા આણવા માટે તેની સામ્યવૈષમ્યને પારખવાની દષ્ટિ અને શક્તિ કામ લાગે છે.
બાહ્ય જીવનની સુંદરતા પરથી કવિતાને પણ રૂપાળી બનાવવાનો કીમિયો કવિઓને હાથ લાગ્યો. ઘર કે દેહને સુંદર બનાવનારાં સુશોભનોની જેમ કાવ્યને પણ સુશોભિત બનાવનારાં તત્ત્વો કવિચિતુમાં ઉદ્દભવવા લાગ્યાં. નિસર્ગ અને જીવનમાં રહેલા સૌંદર્યને અભિનવ રૂપે પ્રગટ કરવામાં એની વાણી અસાધારણ રૂપ ધારણ કરવા લાગી; એની વાણી અલંકૃત બનવા લાગી.
પોતાને જોવા મળેલા અભિનવ સામ્ય કે વિરોધ કે અભેદ પ્રત્યે બીજાનું ધ્યાન ખેંચવું, પ્રકૃતિના જડ કે ચેતન તત્ત્વમાં એકનાં લક્ષણ, ક્રિયા કે સ્વભાવનું અન્યમાં આરોપણ કરવું એ મનુષ્યનું લક્ષણ છે. જ્યારથી પોતાની જાતને વ્યક્ત કરવા માટે વાણીનું માધ્યમ મનુષ્યને મળ્યું ત્યારથી એ માધ્યમમાં રહેલી અપાર અને અનેકવિધ શક્તિ અને ક્ષમતાનો એણે સમયે સમયે વિવિધ છયઓથી ઉપયોગ કર્યો છે. એ છટાઓમાં ઉપમારૂપકાદિ અલંકારો પ્રયોજાવા લાગ્યા.
કવિતાનો ભાષાદેહે જન્મ થયો તે પૂર્વે મનુષ્ય અલંકારોનો ઉપયોગ કરતો આવ્યો છે. ઉપમાદિ કેટલાક અલંકારો લોકોની વ્યવહારની ભાષામાં આજે પણ એટલા રૂઢ થઈ ગયા હોય છે કે પોતે અલંકાર પ્રયોજે છે એનું તેમને ઘણી વાર ભાન પણ નથી હોતું. ક્યારેક પોતાની ચીજવસ્તુઓની કે વર્તન-વ્યવહારાદિની પ્રશંસા કરવા માટે, ક્યારેક બીજાઓની ચીજવસ્તુઓને કે વર્તન-વ્યવહારાદિને ઉતારી પાડવા માટે, ક્યારેક બીજાઓ ઉપર પ્રભાવ પાડવા માટે, ક્યારેક પોતાનો ગમો કે અણગમો તીવ્રપણે વ્યક્ત કરવા માટે માણસો સહજ રીતે ઉત્કટ વાણી પ્રયોજે છે તેમાં વિવિધ અલંકારો શોધી શકાય છે. ભાષા શીખવાની જેણે હજુ શરૂઆત કરી છે એવા બાળકની વાણીમાં પણ અલંકારનું ક્યારેક દર્શન થાય છે. માણસની પૃથક્કરણશીલ વૃત્તિએ વાણીમાં રહેલા સૌંદર્ય તત્ત્વને પામવાનો, પારખવાનો અને પ્રકારાદિમાં ગોઠવવાનો જે પ્રયાસ કર્યો છે તેને પરિણામે “અલંકારનું એક આખું શાસ્ત્ર રચાયું
અલંકાર જ ૨૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org