________________
૧૫
અલંકાર
કોઈ માણસનો એક હાથ ટૂંકો હોય તો તરત આપણું ધ્યાન ખેંચાય છે. માણસના બે હાથ સરખા હોય છે અને સરખા જોવાને આપણે ટેવાયેલા છીએ. માત્ર હાથની લંબાઈ જ નહિ, પુષ્ટતા, વર્ણ, આંગળીઓની સંખ્યા અને આકૃતિને વિશે પણ બે હાથ વચ્ચે જરા સરખો ફરક હોય તોપણ તરત તે આપણી નજરે ચડે છે. માણસના માત્ર બે હાથ જ નહિ, બે આંખ, બે કાન, બે ખભા, બે પગ વગેરેમાં પણ સરખાપણું રહેલું છે. માત્ર માનવામાં જ નહિ, પશુપક્ષીઓમાં પણ કેટલાંક અંગાંગોની સમાનતા રહેલી છે. પ્રકૃતિના ઇતર અનેક પદાર્થોમાં પણ સમાનતાનું તત્ત્વ પુષ્કળ દૃષ્ટિગોચર થાય છે.
બીજી બાજુ, બે માણસના ચહેરા જો મળતા દેખાય તો આપણને નવાઈ લાગે છે, બે વ્યક્તિના અવાજ પણ સરખા હોતા નથી. સંધ્યા કે ઉષાના કોઈ એક દિવસે જોયેલા રંગો ફરી બરાબર એવા જ જોવા મળતા નથી. પ્રકૃતિનાં તત્ત્વોમાં રંગાકૃતિનું અપાર વૈવિધ્ય રહેલું છે.
સમગ્ર સંસાર, આ રીતે, સામ્યવૈષમ્યથી સભર છે. જગતમાં જેટલું સામ્યવૈષમ્ય છે એટલું બધું જ માણસ જાણતો નથી; જાણી શકે પણ નહિ. જગતમાં અનેક પદાર્થો છે અને પ્રત્યેક પદાર્થના અનેક ગુણધર્મો છે. જગતમાં અનંત જીવો છે અને પ્રત્યેક જીવની નિરાળી ગતિ છે. ગત સતત પરિવર્તનશીલ છે અને મનુષ્યની ગ્રહણશક્તિને સીમાં છે. એથી સમયે સમયે કેટલુંક સામ્યવૈષમ્ય પ્રથમ વાર જ મનુષ્યની નજરે ચડવાનું. સૂક્ષ્મ નિરીક્ષણની અને સતેજ કલાનાની શક્તિ ધરાવતી વ્યક્તિઓ પાસેથી, વિશેષતઃ ચિંતકો અને પ્રતિભાશાળી કવિ-લેખકો પાસેથી આવાં સામ્યવૈષમ્યોનાં અભિનવ ઉદાહરણો વખતોવખત આપણને સાંપડતાં
૨૮૮ ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org