________________
પોતાની જ્ઞાતિના રિવાજ પ્રમાણે વર્ણન કર્યું છે. એ દૃષ્ટિએ દયારામની આખ્યાનકૃતિઓમાં તત્કાલીન સમાજજીવનનું ચિત્રાત્મક પ્રતિબિંબ પડ્યું છે, જેની પ્રતીતિ નીચેની થોડીક પંક્તિઓ પરથી પણ થશે :
જોશી તેડાવ્યા શ્રી વસુદેવજી, લગ્ન લીધું શુભ સાર, લખી સ્વજન સરવને કંકોતરી, તેડાવ્યાં તેણી વાર. મોહોટો મંડપ રચ્યો રે સોહામણો, વાજાં વાજે અપાર, મંગળ ગાન કરે સરવે માનુની, થઈ રહ્યો છે થેઈથઇકાર. વરકન્યાને પીઠી ચોળાય છે, ગોત્રજ દેવા પૂજાય, વૃદ્ધાદ્ધ કીધું છે વસુદેવેજી, દેવકી હરખ ન માય. કોઈ એક કન્યાના માતાપિતા થયાં, તેણે દીધું કન્યાદાન, હસ્તમેળાપ થયો ને મંગળ ફેરા ક્યાં, કીધા સર્વ પ્રકાર.”
“કાને કુડળ શોભે વારુ વેળિયુ, કેસર અરચા કીધી છે ભાલે સાર; હરિને બાંહે બાજુબંધ બેરખા રે, ચરણે નેપૂરનો ઝણકાર વરઘોડો દ્વારિકેશનો, જુઓ જુઓ રે ગતના લોક, વૈભવ વિલેશનો.
દયારામનાં આખ્યાનોની રચના પાછળના આશયનો અને એમની વિષયપસંદગીનો વિચાર કરતાં સ્પષ્ટપ્રતીતિ થાય છે કે દયારામ પ્રથમ ભક્ત છે અને પછી કવિ, ભક્તિને નિમિત્તે જે કંઈ કવિતા સિદ્ધ થતી હોય તે ભલે થાય. એથી વિશેષ એમને કોઈ અપેક્ષા પણ નથી. કવિતાલેખનમાં પણ આ આખ્યાનો પૂરતો વિચાર કરીએ તો દયારામ વસ્ત્રાલંકાર, ભોજનસામગ્રી, પહેરામણીની ચીજવસ્તુઓ, વિધિવિધાન ઇત્યાદિ સ્થૂલ સામગ્રીના વર્ણનમાં જેટલા રાચે છે તેટલા સૂક્ષ્મ મનોભાવોના આલેખનમાં રાચતા નથી. આખ્યાનરચના પાછળ એમનું લક્ષ્ય પણ બહુ ઊંચું નથી. એથી જ એમનું ઉડ્ડયન પણ એકંદરે નીચી સપાટીનું રહ્યું છે.
દયારામે સંખ્યાની દૃષ્ટિએ ઠીક ઠીક આખ્યાનકૃતિઓ લખી છે તોપણ આખ્યાનકલાની અવનવી સિદ્ધિ જે પ્રેમાનંદ, ભાલણ વગેરેમાં જોવા મળે છે તે દયારામનાં આખ્યાનોમાં જોવા મળતી નથી. એટલા માટે જ આખ્યાનસાહિત્યના ઇતિહાસમાં દયારામનું સ્થાન ઐતિહાસિક દૃષ્ટિએ જેટલું મહત્ત્વનું છે તેટલું ગુણવત્તાની દૃષ્ટિએ નથી. દયારામે જો ફક્ત આ આખ્યાનો જ લખ્યાં હોત અને આખ્યાન સિવાય બીજું કશું જ ન લખ્યું હોત તો એમને ઐતિહાસિક દૃષ્ટિએ આટલું પણ મહત્ત્વ કદાચ સાંપડ્યું હોત કે કેમ તે પ્રશ્ન છે.
(
દયારામનાં આખ્યાનો અંક ૨૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org