________________
પણ પ્રેમાનંદ જેટલી શક્તિ દાખવી શક્યા નથી. અલબત્ત, એમાં કાવ્યસ્વરૂપ કે જમાનાની મર્યાદા ઉપરાંત કવિની પોતાની પ્રતિભાની મર્યાદા પણ કારણભૂત છે.
દયારામ પુષ્ટિમાર્ગીય કવિ હતા. એટલે શ્રીમદ્ ભાગવત્ એમને પ્રાણથી પણ પ્યારો ગ્રંથ હતો. પરિણામે એને ચુસ્તપણે વળગી રહેવાની ધાર્મિકતા એમનામાં હોય એ સ્વાભાવિક છે. ભાગવતને અનુસરીને દયારામે જે આખ્યાનકૃતિઓની રચના કરી છે તેના કથાવસ્તુમાં એકંદરે દયારામે ખાસ કોઈ ફેરફાર કર્યો નથી. પ્રેમાનંદ, ભાલણ, નાકર વગેરે કવિઓ પોતાની આખ્યાનકૃતિને રસિક બનાવવા માટે આખ્યાનના કથાવસ્તુમાં ક્યારેક પોતાની મૌલિક કલ્પનાના સર્જનરૂપે નવા પ્રસંગોનું ઉમેરણ કરે છે અને ક્યારેક મૂળ કથાના પ્રસંગોમાં કેટલાક ફેરફાર કરે છે. ક્યારેક તેઓ મૂળ પૌરાણિક ગ્રંથમાં ન હોય પરંતુ લોકોમાં પ્રચલિત હોય તેવા પ્રસંગો પણ જનશ્રુતિને આધારે આખ્યાનમાં ઉમેરે છે. પરંતુ દયારામે ખાસ નોંધપાત્ર ગણાય તેવું કશું કર્યું નથી. ‘અજામિલ આખ્યાન'માં બન્યું છે તેમ અન્ય પુરાણમાંથી એકાદ પ્રસંગ લીધો છે. દયારામે જો કંઈ પણ ફેરફાર કર્યા હોય તો ક્વચિત્ પ્રસંગના ક્રમમાં કર્યાં છે અને જ્ઞાતિના કેટલાક રીતરિવાજો પ્રમાણે ભાગવતની કથામાં એવા રીતિરવાજોનું સવિગત નિરૂપણ કર્યું છે. પરંતુ એકંદરે તો દયારામ ભાગવતને વફાદાર રહેવામાં જ માને છે. અલબત્ત, એને લીધે કથાવસ્તુની દૃષ્ટિએ દયારામનાં આખ્યાનોમાં નવીનતા કે મૌલિકતા ખાસ જોવા મળતી નથી. એથી જ કદાચ દયારામનાં આખ્યાનો એમના ભક્તોમાં જેટલાં લોકપ્રિય થવાં જોઈએ તેટલાં લોકપ્રિય થયાં નથી.
કવિ દયારામે શ્રીમદ્ ભાગવતને અનુસરીને જે બધી આખ્યાનકૃતિઓની રચના કરી છે તેમાં વિવાહના પ્રકારની રુક્મિણી વિવાહ, સત્યભામાવિવાહ, નાગ્નજિતીવિવાહ અને અષ્ટપટરાણીવિવાહ) કૃતિઓની રચના અને સીમંતના પ્રસંગની કૃતિઓ રુક્મિણી સીમંત અને કુંવરબાઈનું મામેરું)ની રચના વિશેષ કરી છે. દયારામ પોતે જીવનભર અવિવાહિત રહ્યા હતા. પરંતુ એમણે વિવાહના પ્રસંગના વિવિધ રીતરિવાજોનું એમણે ઝીણવટપૂર્વક અવલોકન કર્યું છે એ નિર્વિવાદ છે. એમણે પોતાની આખ્યાનકૃતિઓમાં ચાંદલાવિધિ, કંકોતરી, પીઠી ચોળવાની વિધિ, ગોત્રજસ્થાપના, મંડપમુહૂર્ત, ગ્રહશાંતિ, વરઘોડો, વરરાજાને પોંખવા, કન્યાની પધરામણી, સપ્તપદી, મંગલાષ્ટક, હસ્તમેળાપ, કંસારભોજન, પહેરામણી વગેરે રીતિરવાજો ઉપરાંત લગ્નપ્રસંગે થતા જમણવારની વિવિધ વાનગીઓ તથા લગ્નપ્રસંગે સ્ત્રીઓએ ધારણ કરેલાં વિવિધ પ્રકારનાં વસ્ત્રાલંકારોનું સવિગત વર્ણન કર્યું છે. એ વર્ણન વાંચતાં દયારામની સૂક્ષ્મ અવલોકનશક્તિની પ્રતીતિ થાય છે. પૌરાણિક પાત્રો અને પ્રસંગોના આલેખનમાં દયારામે પોતાના સમયના અને ઘણુંખરું
Jain Education International
૨૮૬ સાહિત્યદર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org