________________
મીરાં મન મોહનશું માન્યું; વરિયા વરિયા શ્રી ગિરધરલાલ,
જાણે ક્ય, નથી કંઈ છાનું. મેડતાના રાણા જેઠમલ્લ રાઠોડની દીકરી મીરાંબાઈ મનથી શ્રીકૃષ્ણને વરી હતી, પરંતુ ઉદેપુરના રાણા સાથે તેનાં લગ્ન થાય છે. શિવભક્ત શ્વસુર કુટુંબ સાથે મીરાંબાઈનો મેળ થતો નથી. મીરાંબાઈને રાણા તરફથી ત્રાસ થાય છે, પરંતુ દૈવી સહાયથી તે બચી જાય છે. તલવાર લઈ મારવા આવેલા રાણાને એકને બદલે ચાર મીરાં દેખાય છે. મીરાંબાઈ માટે મોકલેલો વિષનો પ્યાલો અમૃતમય બની જાય છે. મીરાં મેવાડ છોડી વૃંદાવન જાય છે. ત્યાં સ્ત્રીનું મુખ ન જોનાર ગોંસાઈજીને મીરાંબાઈ ઉપાલંભ આપે છે. એ ઉપાલંભની દયારામની નીચેની પંક્તિઓ ખૂબ જાણીતી થયેલી
આજ લગી હું એમ જાણતી જે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક;
વૃંદાવન વસી હજી પુરુષ રહ્યા છો, તેમાં ધન્ય તમારો વિવેક. દયારામની આ કૃતિ કદમાં નાની છે, છતાં મીરાંના જીવનપ્રસંગોની સુરેખ છાપ આપણા ચિત્ત ઉપર અંકિત થાય છે. સરળ ગેયઢાળો, લયબદ્ધતા અને પ્રાસની સંકલના કૃતિને કેટલેક અંશે ચારુતા અર્પે છે અને આસ્વાદ્ય બનાવે છે.
આમ, દયારામની કહેવાતી બધી આખ્યાનકૃતિઓનો પરિચય આપણે કર્યો. દયારામની સમક્ષ પ્રેમાનંદની ઉત્તમ આખ્યાનકૃતિઓ નમૂના તરીકે ઉપસ્થિત હતી. આમ છતાં દયારામ આખ્યાનની બાબતમાં પ્રેમાનંદની કોઈ કૃતિની બરાબરી કરી શકતા નથી. પરલક્ષી કવિતામાં ઉત્તરકાલીન કવિને વિશેષ લાભ મળતો હોય છે, કારણ કે તેની સમક્ષ પુરોગામી કવિઓની સંખ્યાબંધ ઉત્તમ કૃતિઓ ઉદાહરણરૂપે રહેલી હોય છે. તેમાંના ઉત્તમ તત્ત્વને સ્વીકારીને તથા પોતાની મૌલિક પ્રતિભા વડે કેટલુંક નવું સર્જન કરીને સર્જક કવિ વિશેષ શક્તિશાળી કૃતિ સર્જી શકે છે. પરંતુ દરેક વખતે એમ બનવું સુલભ નથી. તેમાં પણ એક બહુ મોટી પ્રતિભાવાળા કવિની ઉત્તમ રચનાઓ પછી, એણે ખીલવેલાં કાવ્યસ્વરૂપો એના અનુગામી કવિઓને હાથે એટલાં ખીલતાં નથી. પ્રેમાનંદ પછી (૧) રણછોડ (નચિકેતાખ્યાન), (૨) હરિદાસ (સીતાવિરહ, શામળશાનો વિવાહ), (૩) કાલિદાસ પ્રહૂલાદાખ્યાન, ધ્રુવાખ્યાન), (૪) મૂળજી ભટ્ટ (નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ), (૫) લજ્જારામ (અભિમન્યુ આખ્યાન), (૬) ગૌવિંદરામ (સુભદ્રાહરણ), (૭) પ્રીતમશિષ્ય ગોવિંદરામ (સતભામાનું રૂસણું, હરિશ્ચન્દ્રાખ્યાન), ધીરો (રણયજ્ઞ, અશ્વમેધયજ્ઞ, દ્રૌપદીવસ્ત્રાહરણ), (૯) ભોજો (સેલૈયા આખ્યાન, ચંદ્રહાસાખ્યાનો, (૧૦) ગિરધર (રામાયણ, અશ્વમેધ) વગેરે સંખ્યાબંધ કવિઓએ આખ્યાનકતિઓની રચના કરી છે, પરંતુ દયારામની જેમ તેઓ
દયારામનાં આખ્યાનો ૨૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org