________________
કુંવરબાઈનું મામેરું કરે છે તે વિશેની લોકપ્રચલિત દંતકતાનું તેમાં નિરૂપણ થયું છે. ભગવાન ભક્તની પહેલાં કસોટી કરે છે, પરંતુ અંતે તો તે ચમત્કારિક રીતે સહાય કરે છે એ શ્રદ્ધાનો સૂર આ ઘટનામાંથી નીકળે છે. નરસિંહ મહેતા લોકવ્યવહારથી અલિપ્ત અને અનભિજ્ઞ હતા. વળી તેઓ નિર્ધન પણ હતા, કારણ કે કમાવા માટે તેમણે કંઈ ઉદ્યમ કર્યો નહોતો. એટલે પોતાના નિર્ધન પિતા મામેરું કેવી રીતે કરશે તેની કુંવરબાઈને સતત ચિંતા હતી. પરંતુ ભક્તવત્સલ ભગવાને એ પ્રસંગે નરસિંહ મહેતાને સહાય કરી. કુંવરબાઈના શ્વસુરપક્ષને પૂરો સંતોષ થાય અને વળી આશ્ચર્ય પણ થાય એટલી સરસ રીતે ભગવાને આ પ્રસંગ પાર પાડ્યો.
દયારામની આ લઘુકૃતિમાં વિશેષ ચમત્કૃતિ જોવા મળતી નથી. અલબત્ત, તત્કાલીન લોકરિવાજ અને લોકમાનસનું તેમાં પ્રતિબિમ્બ પડેલું જોઈ શકાય છે. નિર્ધન માણસોની કેવી અવગણના થાય છે અને ભગવાને તેને કેવી રીતે સહાય કરે છે તેનું કવિએ નીચે પ્રમાણે બે કડીમાં સરસ ચિત્ર દોર્યું છે
“મેહતાને નીર નાહાવા તાતું ધર્યું રે, સમોવણ માગતાં કરી વાંકી વાત. મહેતે ત્યાં જ ત્રિકમનું સ્મરણ કર્યું રે, પુરુષોત્તમે પ્રેર્યો વરસાદ.’
દયારામની આ કૃતિને આખ્યાન તરીકે ઓળખાવવામાં આવે છે તે તેમાં આલેખાયેલા સુપરિચિત વૃત્તાંતને લીધે જ, અન્યથા આખ્યાન તરીકે ઓળખાવતાં સંકોચ થાય તેટલી નાની આ કૃતિ છે. આખ્યાનને બદલે કથાગીત તરીકે જ તેને સુયોગ્ય રીતે ઓળખાવી શકાય. ‘કુંવરબાઈનું મામેરું' નામની સિકતાથી સભર થતા મૌલિક નિરૂપણ અને અલંકારો વડે ઓપતી પ્રેમાનંદની કૃતિ લોકોમાં સુપેરે ગવાતી હોવા છતાં, એટલે કે પોતાની સમક્ષ આ વિષયની ઉત્તમ નમૂનાકૃતિ ઉપલબ્ધ હોવા છતાં, દયારામે શા માટે આ કૃતિનું સર્જન કર્યું હશે એવો પ્રશ્ન થાય. દયારામ પોતાની આ કૃતિમાં કોઈ વિશે, સિદ્ધિ દાખવતા તો નથી, પ્રેમાનંદની બરાબરી પણ કરી શકતા નથી, બલકે પ્રેમાનંદની કૃતિ પાસે નિસ્તેજ લાગે એવી એમની આ કૃતિ છે. ભગવાન ભક્તને સહાય કરે છે. એ શ્રદ્ધાને પોષવાના આશય માત્રથી જ દયારામ દ્વારા આ કૃતિનું સર્જન થયેલું હોય એવું વિશેષ લાગે છે.
દયારામે ‘મીરાંચરિત્ર' નામની નાનકડી આખ્યાનકૃતિ લખી છે. કૃતિનું શીર્ષક સૂચવે છે તેમ ચિરત્રના પ્રકારની આ કૃતિ છે. એક જ ઢાળની સળંગ ૩૭ કડીમાં લખાયેલી આ કૃતિમાં મીરાંના જીવનના લગભગ બધા મહત્ત્વના પ્રસંગોનું ત્વરિત ગતિએ સંક્ષિપ્ત નિરૂપણ થયું છે. કાવ્યનો ઉપાડ કવિએ સરસ કર્યો છે. જુઓ :
Jain Education International
૨૮૪ : સાહિત્યદર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org