________________
બકાસુર, વચ્છાસુર, ધનકાસુર, કાલિયનાગ, સંખચૂડ, વ્યોમાસુર, સુદામા, કુન્જા, ઉગ્રસેન, અક્રૂર, કાળયવન, જરાસંધ, રુકમૈયા, જાંબવાન, સત્રાજિત, અનિરુદ્ધ, શામ્બકુંવર, શિશુપાલ, પ્રદ્યુમ્ન, દંતવક્ર, અર્જુન વગેરેને લગતા પ્રસંગોનો સંક્ષેપમાં નિર્દેશ કર્યો છે.
દયારામે જેમ ભાગવતના દશમસ્કંધની અનુક્રમણિકા લખી છે તેમ એમણે સમગ્ર ભાગવતની પણ અનુક્રમણિકા લગભગ પાંચસો કડીમાં લખી છે. આ રચના દયારામે વ્રજ ભાષામાં સંવત ૧૮૭૯માં કરી છે. તેઓ લખે છે :
“શક અઢાર અગન્યાસી શુભ ફાગુન દ્વિતીયા કૃષ્ણ:
ગ્રંથ સમાપ્ત તાહી દિન, પૂરણ કરી પ્રભુ તૃષ્ણ.' દયારામે આ રચના મુખ્યત્વે દોહા અને રોળા છંદની કડીઓમાં કરી છે. ક્વચિતુ ચોપાઈ અને હરિગીતમાં પણ પંક્તિઓ એમણે લખી છે. શ્રીમદ્ ભાગવતના બાર સ્કંધ છે અને તે દરેક સ્કંધમાં નિરૂપાયેલી મુખ્ય મુખ્ય ઘટનાઓનો નિર્દેશ કવિ તે સ્કંધ માટે યોજેલા ખંડમાં કરે છે. આરંભમાં શ્રીમદ્ ભાગવતનો અને એના પ્રત્યેક સ્કંધનો મહિમા વર્ણવી કવિએ તેના સ્કંધ અને અધ્યાયોની સંખ્યાનો સ્કૂલ પરિચય પણ કરાવ્યો છે. જુઓ ;
પ્રથમ સ્કંધ ઉન્નિસ અધ્યાય, તાકૅ પ્રકરણ તીન કહાય,
હીન મધ્યમ ઉત્તમ ફેર. તિન તિન અધ્યાય પુનિ તેર.” પ્રત્યેક સ્કંધને અંતે આપેલી સંસ્કૃત પુષ્મિકામાં કવિ પોતાની કૃતિ માટે “ભાષા નિબંધ' શબ્દ પ્રયોજે છે, એટલે કે મૂળ સંસ્કૃત ઉપરથી પોતાની ભાષામાં કરેલી રચના તરીકે એને ઓળખાવે છે. દરેક ખંડને અંતે છેલ્લી કડી વલણ” કે “ઉથલાની કડીની જેમ કવિએ જુદા છંદમાં લખી છે.
દયારામનું વ્રજ ભાષા ઉપર કેવું પ્રભુત્વ હતું અને પદ્યરચના એમને કેટલી સુલભ હતી તે આ કૃતિ ઉપરથી જોઈ શકાય છે.
મધ્યકાલીન આખ્યાનકાવ્યમાં કેવા કેવા વિવિધ વિષયો લેવાતા અને તેની રજૂઆત કેવી રીતે વિવિધ દૃષ્ટિથી થતી તેના નમૂના તરીકે પણ અનુક્રમણિકાના પ્રકારની આ બે કૃતિઓ નોંધનીય ગણાય.
પોતાના પુરોગામી ભક્ત કવિઓના જીવનપ્રસંગો વિશે મધ્યકાલીન સાહિત્યમાં જે કેટલીક કૃતિઓની રચના થઈ છે તેમાં દયારામની કૃતિઓ કુંવરબાઈનું મામેરું અને મીરાંચરિત્રને પણ ગણાવી શકાય. સળંગ એક જ ઢાળની ત્રેવીસ કડીમાં લખાયેલી કુંવરબાઈનું મામેરું' નામની કૃતિમાં ભક્તકવિ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈના સીમંતનો પ્રસંગ વર્ણવાયો છે. નરસિંહ મહેતા કેવી રીતે
દયારામનાં આખ્યાનો - ૨૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org