________________
સોળ સહસ્ત્રમાં મુખી કહે રોહિણી,
સુણો રાણી અમારી જે રીત્ય. અમો સર્વે હું રાજકુમારીઓ
સહુને દ્વારિકાધીશ શું પ્રીત. નરકાસુર રાજા સરવને જીતીને
લાવ્યો કન્યા સહુ નિજ ધામ, તેને મારી મોહન અમને લાવીયા
પરયા સરવને સુંદર શ્યામ.” સંક્ષિપ્ત પરિચયાત્મક માહિતી વર્ણવતી એવી આ કૃતિમાં બીજી ખાસ કોઈ ચમત્કૃતિ નથી. આખ્યાન કરતાં કથાગીત તરીકે તેને વિશેષ ઓળખાવી શકાય.
દયારામે “શ્રી દશમસ્કંધલીલાનુક્રમણિકા' નામની એક કૃતિની રચના કરી છે. વૈષ્ણવ ભક્તોને શ્રીમદ્ ભાગવત અને તેમાં પણ ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓ એ ગ્રંથના જે સ્કંધમાં વર્ણવવામાં આવી છે એ દશમ સ્કંધ અતિ પ્રિય હોય એ સ્વાભાવિક છે. મધ્યકાલીન ગુજરાતીમાં ભીમ, ભાલણ, કેશવદાસ, પ્રેમાનંદ, રત્નેશ્વર, માધવદાસ, લક્ષ્મીદાસ, સંત વગેરે કવિઓએ ‘દશમસ્કંધને ગુજરાતીમાં ઉતારવાના પ્રયાસો કર્યા છે. તદુપરાંત દશમસ્કંધના કેટલાક પ્રસંગો ઉપર સ્વતંત્ર આખ્યાનના પ્રકારની રચનાઓ પણ થયેલી છે. કાશીસુત શેધજીકૃત “રુક્મિણીહરણ', ફૂઢકૃત “રુકિમણીહરણ', દેવીદાસકૃત “રુક્મિણીહરણ', વિષ્ણુદાસકૃત “ઓખાહરણ અને રુક્મિણીહરણ', કૃષ્ણદાસકૃત “રુક્મિણીહરણ', શિવદાસકૃત ‘બાલચરિત', કીકુ વસહીકૃત ‘બાલચરિત', હીરાનંદન કાહાનકૃત ‘ઓખાહરણ' ઇત્યાદિ સંખ્યાબંધ કૃતિઓ દશમસ્કંધને આધારે લખાયેલી છે, જે દર્શાવે છે કે દશમસ્કંધની અને તેમાં પણ રુક્મિણીહરણ અને ઓખાહરણની કથા ત્યારે કેટલી બધી લોકપ્રિય હતી.
દયારામના આ કાવ્યનું શીર્ષક સૂચવે છે તે પ્રમાણે ભાગવતના દશમસ્કંધમાં જે બધી ઘટનાઓ બનતી વર્ણવાઈ છે તેની અનુક્રમણિકા પદ્યમાં ગૂંથી લેવામાં આવી છે. અર્થાત્ દશમસ્કંધની ઘટનાઓનો સારનિર્દેશ કવિએ તેમાં ક્રમાનુસાર કર્યો છે. રાગ આશાવરીની ચાલમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે ખંડમાં, બધી મળીને ૧૩૦ કડીમાં, આ કૃતિની રચના થઈ છે. કૃતિનો આશય દર્શાવતાં કવિ લખે છે :
શ્રી ભાગવતની કથા કહું અમૃત સમ પવિત્ર; તેહતણું પણ બેહોવણ કેવળ કૃષ્ણ ચરિત્ર. તે પણ વિસ્તારે વર્ણવતાં ઘણી એક લાગે વાર;
માટે સંક્ષેપ સ્મરણ થવા અનુક્રમ કરું રે ઉચ્ચાર.” આ કૃતિમાં કવિએ વસુદેવ અને દેવકી, કંસ, પુતના, શકટાસુર, અઘાસુર,
૨૮૨ - સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org