________________
સ્ત્રીમાં પ્રમથ વેવાણ દેવકીજીને ચીર અનુપમ ઝીણો જી; અદ્ભુત આભૂષણ ને મોતીમાળા, રોકડ આપ્યું, નહિ બાકી કશી.' દયારામકૃત ‘રુક્મિણી સીમંત'ને સાધારણ કક્ષાની કૃતિ ગણી શકાય. દયારામે ‘શ્રીકૃષ્ણ ઉપવીત' નામની ફક્ત એક કડવાની સત્તાવીસ કડીની રચના કરી છે. તેમાં એમણે શ્રીકૃષ્ણને ઉપવીત દેવામાં આવે છે તે પ્રસંગનું વર્ણન કર્યું છે. આ પ્રસંગ ભાગવતમાં નથી. કવિએ પોતાની મૌલિક કલ્પનાથી તેનું નિરૂપણ કર્યું છે. આ કાવ્યમાં કોઈ કથાનક નથી, પરંતુ માત્ર એક પ્રસંગનું નિરૂપણ થયું છે. એ રીતે આ કાવ્યને પણ આખ્યાનકાવ્ય કરતાં પ્રસંગકાવ્ય તરીકે ઓળખાવવું વધારે ઉચિત ગણાય.
કાવ્યમાં પ્રસંગ તો શ્રીકૃષ્ણને ઉપેવીત આપવાનો છે, પરંતુ તે પ્રસંગ જાણે કે કવિના સમયમાં તળ ગુજરાતમાં બનતો હોય તેવો નિરૂપાયો છે. કવિએ ઉપવીત આપવાની વિધિનું પોતાની જ્ઞાતિના રિવાજ મુજબ વર્ણન કર્યું છે. આ વર્ણન ક્રમાનુસાર સવિગત કરવામાં આવ્યું છે. કોઈને ધરે ઉપવીત આપવાનો પ્રસંગ હોય તો તેને માટે માર્ગદર્શક બને એ પ્રકારનું આ કાવ્ય થયું છે. ઉપવીતના પ્રસંગની વિધિ અને તે વખતે શી શી ચીજવસ્તુઓની જરૂર પડે તેની વિગતવાર માહિતી પણ આ કાવ્યમાંથી મળી રહે એમ છે.
કવિએ કાવ્યમાં શ્રીકૃષ્ણનાં સ્વજનોનાં નામોનો નિર્દેશ કર્યો છે અને તે બધાનો વ્યવસ્થિત ક્રમ પણ બતાવ્યો છે.
કાવ્યને અંતે કવિએ વલણની પંક્તિઓમાં કાવ્યની ફ્લશ્રુતિ દર્શાવી છે. એકંદરે સાધારણ કક્ષાની આ કૃતિ છે.
ધોળની સળંગ ચાલીસ કડીમાં દયારામે અષ્ટપટરાણીનો વિવાહ' નામની કૃતિની રચના કરી છે. એનું કથાવસ્તુ શ્રીમદ્ ભાગવતને આધારે અત્યંત સંક્ષેપમાં સારરૂપે નિરુપાયું છે. આ કૃતિમાં દ્રૌપદી અને શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ વચ્ચે વારાફરતી જે વાત થાય છે તેનું સંક્ષેપમાં નિરૂપણ થયું છે. દ્રૌપદીનો પ્રશ્ન છે, ‘કહો કૃષ્ણરાણી ! વર્યા કેમ શ્રીહરિ ?” આ પ્રશ્નના ઉત્તરમાં રુક્મિણી, જાંબુવતી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, સત્યા (નાગ્નજિતી), ભદ્રા અને લક્ષ્મણા એ આઠેય પટરાણીઓ શ્રીકૃષ્ણ સાથે પોતાના વિવાહ કેવા કેવા સંજોગોમાં, કેવી રીતે થયા તેનો ઇતિહાસ સંક્ષેપમાં ચાર-પાંચ કડીમાં કહે છે. આ અષ્ટ પટરાણીઓ ઉપરાંત શ્રીકૃષ્ણને બીજી જે સોળ હજાર રાણીઓ હતી તેમાંની મુખ્ય એવી રોહિણી પણ સર્વના વિવાહની વાત કહે છે. કવિ લખે છે :
દયારામનાં આખ્યાનો ૨૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org