________________
વર્ણવાયો છે.
ભાગવતમાં રુક્મિણીના પાણિગ્રહણ પછી તરત જ પ્રદ્યુમ્નના જન્મની વાત આવે છે. રુક્મિણીના સીમંતનો કોઈ ઉલ્લેખ નથી. દયારામે સ્વસમય અને સ્વજ્ઞાતિના રીતરિવાજને લક્ષમાં રાખી સીમંતનો આ પ્રસંગ વર્ણવ્યો છે. એ દૃષ્ટિએ આ કાવ્યને આખ્યાનને બદલે પ્રસંગકાવ્ય તરીકે ઓળખાવવું ઉચિત છે. આ પ્રસંગનું નિરૂપણ કવિએ તત્કાલીન પ્રચલિત લોકવ્યવહારને લક્ષમાં રાખીને કર્યું છે. રુકિમણીનો ખોળો ભરવામાં આવે છે તેની વિધિનું તથા તે પ્રસંગે પધારેલાં સગાંસ્નેહીઓ કેવી કેવી કીમતી ભેટ લઈને આવે છે તેનું વર્ણન કવિએ કર્યું છે. કવિના આ વર્ણનમાં વિગતપ્રચુર ચિત્રાત્મકતા છે, પણ તે શુષ્ક છે. વસ્તુતઃ કવિનો આશય રુક્મિણીના સીમંતને નિમિત્તે આવા રીતરિવાજનું તથા પહેરામણીમાં અપાયેલી ચીજવસ્તુઓનું વર્ણન કરવાનો વિશેષ છે:
રુક્મિણીનું વર્ણન કવિએ અલંકારયુક્ત કર્યું છે, પણ તેમાં કોઈ વિશેષ ચમત્કૃતિ જોવા મળતી નથી. કવિ લખે છે :
શોભા જોતાં સર્વે સ્ત્રી અંખી પડી રે,
નહિ જગમાં કોઈ એ ગદંબા જોડ; મુખ પર વારૂ કોટિ શરદ ચન્દ્રમા રે.
કરપદ કમળ સમાન.' કવિએ રીતરિવાજનું આલેખન કેવુંક કર્યું છે તે નીચેની થોડીક પંક્તિઓ પરથી જોઈ શકાશે : ગોત્રજ દેવી સ્થાપન કીધાં પ્રેમે પૂજિયાં રે,
વૃદ્ધશ્રાદ્ધ કીધું વસુદેવ; દક્ષિણા દેઈ બ્રાહ્મણ સંતોષીઆ રે,
ચંદેલ પધરાવ્યાં તતખેવ, પીઠી ચોળી ધણને નવરાવિયાં રે,
વસ્ત્રભૂષણ ધરિયા શુભ શણગાર. પસલી ભરાવી રૂકમરથ વીર રે,
પાન ફોફળ શ્રીફળ મુદ્રા સાર.”
રીત ભાતે સર્વે કીધો ચાંદલો રે.
અંબર આભૂષણ હીચ મોર રે. કુળગોત્ર જ્ઞાતિ રીતિ રૂડી કીધી રે,
વેદવિધિ કીધી કહી જ્યમ ગોર.”
૨૭ - સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org