________________
દયારામની બીજી કૃતિ તે “શ્રીમદ્ ભગવદ્ગીતામાહાત્મા’ નામની છે. અઢાર અધ્યાયમાં લખાયેલી, લગભગ ૭૯૦ કડીની આ કૃતિને આખ્યાનના પ્રકારની કૃતિ તરીકે ઓળખાવી શકાય. અલબત્ત, એમાં વલણ કે ઉથલાની પંક્તિઓ નથી. પાપુરાણના આધારે દયારામે આ કૃતિની રચના સંવત ૧૮૭૯માં કરી છે. કવિ લખે છે :
ગીતા મહાત્મ કથા અતિ પાવન, સાંભળતાં સુખ થાય; અદશ અધ્યાય વરણવ્યો, પૃથક પૃથક મહિમાય. પદ્મપુરાણ વિશે છે ભાખી, કથા અનુપમ સારી;
કૃષ્ણભક્તિ ઉત્પન્ન કરે ઉર, કોટિક કિલમિષહારી.” દયારામે આ રચના શંકર અને પાર્વતીના સંવાદના રૂપમાં કરી છે. કવિ લખે છે :
એક સમે કૈલાસ વિશે, પારવતી બોલ્યાં વાણી તમ મુખથી મેં શ્રવણ કરી છે, સકળ કથા શૂલપાણિ. ઇચ્છા એક મુને છે તદપિ, પૂર્ણ કરશે અવિનાશી; શ્રી ભગવગીતાનો મહિમા, શ્રવણ કરાવો પ્રશી.” એવું વચન સુણી શક્તિનું, બોલ્યા શિવ સાક્ષાત.
પ્રસન્ન થઈ કહે ધન્ય રમા તું ઉત્તમ પૂછી વાત. ત્યાર પછી દરેક અધ્યાયમાં શિવજી તે અધ્યાયનું માહાસ્ય સમજાવવા માટે એક કથા કહે છે. એ રીતે સોમશર્મા, દેવશર્મા, જડકર્મ, ભર્ત, પિલંગ, મુનીશ્વર, શંકૂકર્ણ, ભવમ, સુંદર માધવ, સુનંદ, હરિદીક્ષિત, ષડબાહુ ઇત્યાદિની કથા વર્ણવવામાં આવી છે. કથાઓનાં કેટલાંક મુખ્ય પાત્રો બ્રાહ્મણ છે. તેઓ દુષ્ટતા અને અનાચારમાંથી ધર્મ અને ભક્તિ તરફ કેવી રીતે વળે છે અને સદ્ગતિ પામે છે તે નિરુપવામાં આવ્યું છે.
આ કથાઓ ભારતના જુદા જુદા પ્રદેશમાં બનતી બતાવાઈ છે અને એ નિમિત્તે ત્યાં આવેલાં તીર્થો વગેરેનું વર્ણન પણ થયું છે. દયારામના જીવનનો ઘણો સમય તીર્થયાત્રામાં પસાર થયો હતો. એટલે પોતાના પ્રત્યક્ષ અનુભવના આધારે દયારામે વિગતોના કેટલાક રંગો પૂરી કથાનકોને રસિક બનાવવા પ્રયત્ન કર્યો છે.
શ્રીમદ્ ભગવદ્ગીતાના માહાભ્યને વર્ણવતી આ ઉપદેશપ્રધાન દીર્ઘ કૃતિ રોચક બની છે.
દયારામે શ્રીમદ્ ભાગવતને અનુલક્ષીને “શ્રી રુક્મિણી સીમંત' નામની ત્રણ કડવાંની લઘુ આખ્યાનકૃતિની રચના પોતાની મૌલિક કલ્પનાથી કરી છે. આ કૃતિમાં ઘટનાસભર કોઈ કથાનક લેવાયું નથી. પરંતુ માત્ર રુક્મિણીના સીમંતનો પ્રસંગ
દયારામનાં આખ્યાનો ક ર૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org