________________
નામની એક પુત્રી છે, અને પાંચ દીકરા છે, જેમાં સૌથી મોટાનું નામ છે રુકમૈયો. રાજારાણી અને બીજાં કુટુંબીજનોની તથા પ્રજાજનોની ઇચ્છા રુક્મિણીનાં લગ્ન શ્રીકૃષ્ણ સાથે થાય એવી હતી. પરંતુ રુકમૈયાની ઇચ્છા પોતાની બહેનને ગોવાળિયા શ્રીકૃષ્ણ કરતાં રાજા શિશુપાળ સાથે પરણાવવાની છે. તે એટલો જબરો છે કે રાજાને પણ તેની વાત સાથે સંમત થવું પડે છે. તે શિશુપાળને લગ્ન માટે નિમંત્રણ આપી આવે છે. એની ખબર પડતાં રુક્મિણીને બહુ સંતાપ થાય છે. તે પત્ર લખીને શ્રીકૃષ્ણને મદદ કરવા અને લગ્ન કરવા વિનંતી કરે છે. શ્રીકૃષ્ણ તરત એકલા નીકળી પડે છે. એની જાણ થતાં તરત બળદેવ પણ સૈન્ય લઈને પાછળ નીકળી પડે છે. શ્રીકૃષ્ણ આવીને વિવાહ માટે સજ્જ થયેલી રુક્મિણીને પોતાના રથમાં બેસાડીને ઉપાડી જાય છે. અપમાનિત થયેલા રાજાઓ, શિશુપાળ અને રુકનૈયો -- એ બધા શ્રીકૃષ્ણ સાથે યુદ્ધે ચડે છે, પણ બળરામની સેના પાસે એમનું કશું ચાલતું નથી. તેઓ પરાજિત થાય છે. શ્રીકૃષ્ણ રુક્મિણી સાથે દ્વારકા પધારે છે અને ત્યાં તેમનાં વિધિપૂર્વક લગ્ન થાય છે. આ આખ્યાનમાં ઘટનાનું નિરૂપણ કવિએ સંક્ષેપમાં ત્વરિત ગતિએ કર્યું છે. અલબત્ત, રુક્મિણીનું પાત્ર કવિએ કેટલેક અંશે વિગત દોર્યું છે. જુઓ તેમાંની કેટલીક પંક્તિઓ :
લાંબી વાસુકી સરખી છે વેણ, સચીકણ શ્યામળી રે, અર્ધ ચંદ્રાકારે છે કપાળ, નાસા જાણે શુક વળી રે.
કોટી શશી ને સૂરજ ઝાંખા પડ્યા, મુખ એનું નિરખતાં રે, દંત રંગત કુદ કળી, પુષ્પ વરસે છે હરખતાં રે. મોટી અણિયાળી ચંચળ આંખડી, ત્રાકુંડું શોભીયે રે; હૃદ્ધે કર કી સિહ સમાન હરિમન લોભીયે રે.
ચાલે મંદગતિ ગજ સરીખડી, નૌતમ વસ્ત્ર છે રે; શોભે નખશિખ આલણ અત્ય, દુષ્ટ ૨ શસ્ત્ર છે .' શ્રીમદ્ ભાગવતમાં રુક્મિણીવિવાહની કથા જેટલી વિગતે આપવામાં આવી છે
તેટલું વિગતે નિરૂપણ દયારામે આ આખ્યાનમાં કર્યું નથી. કેટલાંક ૨સસ્થાનો દયારામ જરૂર ખીલવી શક્યા હોત. પરંતુ એ તેમની કવિપ્રકૃતિને અનુકૂળ લાગતું નથી. એકંદરે આ આખ્યાનકૃતિ મધ્યમ કક્ષાની છે.
દયારામે શ્રીમદ્ ભગવદ્ગીતા વિશે બે સુદીર્ઘ કૃતિઓની રચના કરી છે. એક કૃતિ તે ‘શ્રીમદ્ ભગવદ્ગીતા પ્રાકૃત ભાષા પદબંધ’ નામની છે. એમાં દયારામે શ્રીમદ્ ભગવદ્ગીતાને ગુજરાતીમાં અઢાર અધ્યાયમાં ઉતારી છે. આ કૃતિ આખ્યાન નથી. દયારામની રસિક વલ્લભ' જેવી દાર્શનિક કૃતિઓમાં તેની ગણના કરી શકાય.
૨૭૮ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org