________________
વાલ વટાણા ચોળા હિંગ તેલમાં રે,
કીધાં ભજિયાં મુંજાણાં અનેક; મેળી મેળવણી તળ્યાં સુંદર શણગાં રે,
ચારુ ચટણીમાં અત્ય વિવેક
માંઠ મઠડી ઠોર મનોહર લાડુવા રે,
મેવાની છૂટી બુંદી છે સાર; ચંદ્રકળા સુતરફેણી સોહામણી રે,
સક્કરપારનો સ્વાદ અપાર.”
‘સેવ શીરો સુંવાળી ને ચૂરમું રે
વડાં વેડમી ને રસપોળી; ઓરમું લેહેંચી રાયણ રાતી રસભરી રે,
પીરસે સાકર ઘૂત માંહે જ બોળી.’ એક “મીઠા'માં દયારામે શ્રીકૃષ્ણના વરઘોડાનું શબ્દચિત્ર દોર્યું છે. ભોજનસામગ્રીના વર્ણન કરતાં આ વર્ણનમાં ચારુતા વિશેષ જણાય છે. અલબત્ત, એમાં પણ આભૂષણોની યાદી તો આવે જ છે. જુઓ : કિંઠે વિરાજે સુવર્ણ સાંકળી,
મોટી મુક્તાફળની રે માળ; હરિને હાથે કનક કડાં સાંકળી રે,
કટિમેખળા શોભે વિશાળ; વરઘોડો દ્વારિકેશનો રે,
જુઓ જુઓ રે જગતના લોક સત્યભામાના આ કથાનકમાં એવી એવી રસિક ઘટનાઓ રહેલી છે કે જો દયારામે ધાર્યું હોત તો તેનું રસિક સવિસ્તર આલેખન કરી શકાયું હોત. પરંતુ કથાપ્રસંગોના સવિગત રસયુક્ત આલેખનમાં દયારામને એની કવિપ્રકૃતિ પ્રમાણે રસ ઓછો જ રહ્યો છે. ગુજરાતી આખ્યાન સાહિત્યમાં મહત્ત્વની ન ગણાય એવી આ કૃતિ દયારામની પોતાની નોંધપાત્ર આખ્યાનકૃતિઓમાં અવશ્ય સ્થાન પામે એવી છે.
દયારામે ભાગવતના દશમસ્કંધમાં પ૩મા અધ્યાયને અનુસરી “રુક્મિણી વિવાહ' નામનું આખ્યાન લખ્યું છે. ફક્ત ત્રણ જ મીઠાંમાં લખાયેલી આ લઘુ આખ્યાનકૃતિમાં રુક્મિણીનો શ્રીકૃષ્ણ સાથે વિવાહ કેવી રીતે થાય છે તેનું વર્ણન થયું છે. વિદર્ભ દેશમાં કુંદનપુર નગરમાં રાજ્ય કરતા રાજા ભીમકરાયને રુકિમણી ,
દયારામનાં આખ્યાનો ૨૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org