________________
કોઈ ગૃહસ્થ પાસે નહિ પણ રાગૃહમાં જ શોભે. એટલે શ્રીકૃષ્ણ તે ઉગ્રસેન રાજાને ભેટ તરીકે આપવા માટે સત્રાજિતને સૂચન કર્યું. પરંતુ સત્રાજિતને એ વાત ગમી નહિ. એણે ભગવાનના વચનનો અનાદર કર્યો. ત્યાર પછી એક વખત સત્રાજિતનો પ્રસેન નામનો ભાઈ એ મણિ લઈને વનમાં મૃગયા કરવા ગયો. પરંતુ એક સિંહે પ્રસેનને મારી નાખ્યો. એ વાતની ખબર પડતાં મણિ મેળવવા માટે જાંબુવાન નામના રીંછે એ સિંહને મારી નાખ્યો અને એની પાસેથી એ મણિ લઈ લીધો. એણે પોતાની દીકરી જાંબુવતીને તે રમવા આપ્યો. પ્રસેન મૃત્યુ પામ્યાની વાત સાંભળી એટલે સત્રાજિતને વહેમ પડ્યો કે શ્રીકૃષ્ણ જ પોતાના ભાઈને મણિ પડાવી લેવા માટે મરાવી નાખ્યો હશે. સત્રાજિતની આ વાત ફરતી ફરતી શ્રીકૃષ્ણના કાને આવી. એટલે એમણે પોતાને માથે લાગેલું એ લાંછન દૂર કરવા તપાસ કરાવી. એમને ખબર પડી કે પ્રસેન સિંહથી મૃત્યુ પામ્યો છે અને મણિ જાંબુવાન પાસે છે. એટલે એમણે વનમાં જઈ જાંબુવાન સાથે યુદ્ધ કર્યું. સત્તાવીસ દિવસ (ભાગવત પ્રમાણે અઠ્ઠાવીસ દિવસ એ યુદ્ધ ચાલ્યું. છેવટે જાંબુવાન હાર્યો. ભગવાનને ઓળખ્યા. એણે પોતાની દીકરી જાંબુવતી શ્રીકૃષ્ણ સાથે પરણાવી અને પહેરામણીમાં ચમતક મણિ આપ્યો. શ્રીકૃષ્ણ દ્વારિકા આવી સભાજનોની વચ્ચે એ મણિ સત્રાજિતને પાછો આપી પોતાને માથે લાગેલું લાંછન દૂર કર્યું. પરંતુ એથી સત્રાજિત શરમાઈ ગયો. પોતાની ભૂલ માટે એને પશ્ચાત્તાપ થયો. એણે સ્યમન્તક મણિ પાછો આપ્યો અને ભગવાન સાથે સંબંધ બાંધવાને માટે પોતાની પુત્રી સત્યભામાને શ્રીકૃષ્ણ સાથે પરણાવી. આવી રીતે શ્રીકૃષ્ણના સત્યભામા સાથે વિવાહ થયા. સત્યભામાં શ્રીકૃષ્ણની પટરાણી બની.
આ આખ્યાનમાં ભાગવતને આધારે સત્યભામાના વિવાહનું કથાનક નિરુપાયું છે. કવિએ કથાપ્રસંગોના આલેખનમાં પોતે જેટલો રસ દાખવ્યો છે તેથી વિશેષ રસ લગ્નના રીતરિવાજના વર્ણનમાં અને વસ્ત્રાલંકાર તથા ભોજનની સામગ્રીના નિરૂપણમાં દાખવ્યો છે. કથાપ્રસંગનું નિરૂપણ તો પ્રથમ બે મીઠાંમાં જ પૂરું થઈ જાય છે, પછીનાં મીઠાંઓ તો આ લગ્નપ્રસંગનાં વર્ણનો માટે કવિએ યોજેલાં છે. એક આખું મીઠું મિાન ફરસાણ, શાક ઈત્યાદિ ભોજનની વિવિધ સામગ્રીની યાદી આપવામાં જ કવિએ રોક્યું છે. એમાં અંતે એ ભોજનની ફલશ્રુતિ દર્શાવતાં કવિ લખે છે :
ગૌરવ ભોજન એ શ્રીકૃષ્ણનું રે, જે કો શીખે સાંભળે ને ગાય; કહે દયો બસ શ્રી વલ્લભદેવનો રે, તેનાં સૌ કારજ સિદ્ધ થાય.'
ભોજનસામગ્રીનું સ્થૂલ વર્ણન કરવામાં દયારામ રાચે છે. એ વર્ણન નામ ગણના કે યાદી જેવું વિશેષ બન્યું છે. એમના વર્ણનમાંથી નમૂનારૂપ થોડીક પંક્તિઓ જુઓ :
૨૭૬ રન સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org