________________
સુણી બળભદ્રે તે વાત, જોવા જાદવપતિ સાક્ષાત; લાવ્યા નૃપ કર્યું સન્માન, છોડી મૂક્યા જાળવી માન.'
શ્રીકૃષ્ણ નાગ્નજિની સાથે દ્વારિકા પધારે છે. ત્યાં તેમને પોંખવાની જે વિધિ થાય છે એનું વિગતે વર્ણન દયારામે પાંચમા મીઠામાં કર્યું છે. એ વર્ણન દયારામે પોતાની મૌલિક કલ્પનાથી ઉમેરેલું છે. એમાં એમના સમયના રિવાજોનું કેટલુંક પ્રતિબિંબ પણ પડ્યું છે તે નીચેની કેટલીક કડીઓ જોતાં જણાશે :
*ગોર કહે ગ્રહો ઝુંસર મુસળુ, ત્રાક રવઇઓ જેહ; રીતે ભાતે ગ્રહો હાથમાં, મંત્ર વધુ નિઃસંદેહ.'
*
ઇડીપીડી શળિયો સહી, સંપુટ પુટ ધર્યા પાસ; રીતે પ્રીત પધાર્યાં મંડપે, આનંદી અવિનાશ.'
*
મંડપ મધ્ય આસન અતિ ઓપતું, ત્યાં બિરાજ્યા મા’રાજ; અર્જુન સાથે બેસાડીયા, કહે પ્રશંસાના કાજ’
દયારામનું આ આખ્યાન કદમાં નાનું છે. અલબત્ત, ભાગવતની કથાને તે વિસ્તારથી નિરૂપે છે. એમાં દયારામનું લક્ષ્ય જેટલું કથા નિરૂપવાનું છે તેટલું કથાપ્રસંગોને રસિક રીતે આલેખવાનું નથી. આખ્યાનમાં રસભર નિરૂપણને માટે અવકાશ નથી એમ નથી. નાગ્નજિતીનાં રૂપલાવણ્ય, એની વિરહવેદના, ભિન્ન ભિન્ન રાજાઓના સાંઢને વશ કરવાના પ્રયત્નો ઇત્યાદિ પ્રસંગોમાં શૃંગાર, વીર, હાસ્ય વગેરે રસોના આલેખન માટે ઠીક ઠીક અવકાશ રહેલો છે. અલબત્ત, દયારામે વર્ણનને યથાવકાશ રસિક બનાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ તે બહુ સંતર્પક નથી. માર્મિક પ્રસંગોને સચોટ રીતે નિરૂપવાને માટે તેઓ ખાસ ક્યાંય વિશેષ થોભતા હોય તેવું જણાતું નથી. પરિણામે દયારામના આખ્યાનમાં રસિકતા અને ચિત્રાત્મકતાની થોડીક અધૂરપ અનુભવાય છે. દયારામે કેટલુંક મૌલિક ઉમેરણ કર્યું છે, પરંતુ મૌલિક કવિત્વશક્તિના ઝબકારા આ આખ્યાનમાં એકંદરે ઓછા જોવા મળે છે. અલબત્ત, સમગ્ર દૃષ્ટિએ વિચારતાં દયારામની બીજી આખ્યાનકૃતિઓની સરખામણીમાં આ આખ્યાન અવશ્ય એમની કેટલીક વિશેષ શક્તિ દાખવે છે.
દયારામે આઠ મીઠાંમાં લખેલી ‘સત્યભામાવિવાહ' નામની આખ્યાનકૃતિમાં શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધના ૫૬મા અધ્યાય પ્રમાણે સત્યભામા સાથેના શ્રીકૃષ્ણના વિવાહનો પ્રસંગ વર્ણવાયો છે. એમાં ભાગવતાનુસાર જાંબુવતીના પાણિગ્રહણનું પણ વર્ણન થયું છે. સત્રાજિત નામના એક જાદવને પોતાના ઇષ્ટદેવ સૂર્યની ભક્તિથી સ્યમન્તક નામનો મણિ પ્રાપ્ત થયો હતો. આવો બહુમૂલ્ય મણિ
દયાચમનાં આખ્યાનો * ૨૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org