________________
બાળક ચેઝ કરે જેમ બાંધી રે; કાષ્ટના બળદ સાનમાં સાંધી રે. તેમ હરિવર કરતાં લીલા રે;
સાતે સાંઢ થઈ પડ્યા ઢીલા રે.. આની સાથે સરખાવી ભાગવતની નીચેની પંક્તિઓ :
बद्धा तान्दामभिः शौरिर्मग्नदन्हितौजसः । व्यकर्षल्लीलया बद्धान्बालो दारुमयान् यथाः ॥
(૧૯૫૮-૪૬) હરિવર નગ્નજિત રાજાની શરત પૂર્ણ કરે છે, એટલે એમને નાગ્નજિતી પરણાવવામાં આવે છે. શ્રીકૃષ્ણ નાગ્નજિતીને લઈને રથમાં બેસી પોતાને નગર દ્વારિકા જવા નીકળે છે. કોઈ પણ માતા પોતાની દીકરીને શિખામણ આપે તેમ નાગ્નજિતને પણ વળાવતી વખતે એની માતા શિખામણ આપે છે એવું વર્ણન દયારામે પોતાની મૌલિક કલ્પનાથી કર્યું છે. માતા શિખામણ આપતાં વત્સલતાપૂર્વક કહે છે :
“માતા પુત્રીને કે મીઠડી. વડાઈ કાઢજે થઈને વડી; સાસુ-સસરાનું મેળવજે માન, દુભવીશ નહિ ક્યારે ભગવાન. દિયર-જેઠની કરજે સેવ, સાસરી પક્ષને ગણજે દેવ;
નામ કાઢજે પિયરતણું, ચતુર હું કહું શું અતિ ઘણું.' માર્ગમાં સ્વયંવરમાં પરાજિત થયેલા રાજાઓ શ્રીકૃષ્ણના રથ ઉપર બાણ ફેંકવા લાગ્યા. પરંતુ અર્જુને તે બધાને નસાડી મૂક્યા એમ ભાગવતમાં લખ્યું છે. પરંતુ દયારામે એ પ્રસંગે વિગતે વર્ણવ્યો છે. યુદ્ધે ચડેલા રાજાઓને પકડી, જાનૈયા ગણી, દ્વારિકા લઈ જઈ તેમનું સન્માન કરવામાં આવે છે એમ એમણે વર્ણવ્યું છે. આ દયારામની મૌલિક કલ્પનાનું ઉમેરણ છે અને તે પ્રસંગને ગૌરવભર્યો ઉઠાવ આપે છે. કવિ લખે છે :
ભાગ્યાં જેના પ્રથમ યાદવે ગાત્ર વળી બલિવઈ શિક્ષાના પાત્ર; તે દ્વેષી મળ્યા છે , યુદ્ધ કરવાને રથ જોડે. અરે ગોપાળમાં પરાક્રમ કશું સ્વયંવરને જીતવા જશું; એમ વદી મૂક્યાં બાણ અપાર, હરિએ સારંગ સાહ્યું તેણી તાર. તવ બોલ્યા ત્રિકમ સાથે પાર્થ, પો કરું હરિ અમો સાથે; તમે મીંઢળ બાંધ્યું રાખો. પ્રથમ કોને પાડે તે દાખો. હરજી કહે સુણો અર્જુન, ગણો જાનઈયા સહુ રાજન; સાથે બાંધી દ્વારકામાં લીજે, ત્યાં સનમાન ભલેરું કીજે.
૨૭૪
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org