________________
શ્રીકૃષ્ણને વરેલી હોવાથી નાગ્નજિતી વ્યાકુળતા અનુભવે છે. તેનું વર્ણન કરતાં કવિ લખે છે :
નાજિતીએ વારતા જાણી જે પિતાએ સ્વયંવર માંડિયો રે; રૂપનો આનંદ મનમાં હતો તે, સત્યા શાણીએ છાંડિયો રે. જો રૂપ મુજને વિધાતાએ આપ્યું, તો નસીબ શે નવ આપિયું રે; ૨માપતિ સાથે રમણ જ કરવા, શું વિધિએ ના થાપિયું રે.’ એટલા માટે નાગ્નજિતી માતાજીના મંદિરે જાય છે અને પૂજા કરીને પોતાના મનો૨થ પૂર્ણ કરવા માટે માતાજીને પ્રાર્થના કરે છે. પોતાની શ્રીકૃષ્ણ પ્રત્યેની પ્રીત સાચી છે તે બતાવવા અને જો શ્રીકૃષ્ણ પુરુષોત્તમ પોતાને ભરથાર તરીકે ન મળે તો પેટમાં કટાર ખોસી મરી જવા પણ પોતે તૈયાર છે એમ કહી તે પોતાના પેટમાં કટારી ભોંકવા જાય છે. ત્યાં દેવી તેનો હાથ પકડીને તેને અટકાવે છે. નાગ્નજિતી માતાના મંદિરે જઈ પ્રાર્થના કરે છે અને પોતાના પેટમાં કટારી મારવા જાય છે એ પ્રસંગ ભાગવતમાં નથી. દયારામે પોતાની કલ્પનાથી તે ઉમેરેલો છે. કવિ લખે છે : “જો માતાજી મનોરથ પૂરો તો, પુરુષોત્તમ પરાવિયે રે; પારખું આજ જણાવો પ્રૌઢું, તો દેવી પ્રાણ બચાવિયે રે. એમ કહીને કટારડી કાઢી, મારે ઉંદર મોઝાર રે;
દેવીએ આવીને હાથ જ ઝાલ્યો, મળશે તુને મોચર રે.’
નાગ્નજિતી શ્રીકૃષ્ણને ખાનગી પત્ર લખે છે અને સ્વયંવરમાં પધારવા અને સાત સાંઢને વશ કરીને પોતાના મનોરથ પૂર્ણ કરવા માટે વિનંતી કરે છે એવું વર્ણન દયારામે કર્યું છે. ખાનગી પત્ર લખવાની કલ્પના દયારામની મૌલિક છે, ભાગવતમાં એ નથી. શ્રીકૃષ્ણ આવે છે. નાગ્નજિતી મનથી ઇચ્છે છે કે શ્રીકૃષ્ણ સાંઢને વશ કરે તો સારું. એટલા માટે સાંઢનું બળ ઓછું થઈ જાય એવી પ્રાર્થના તે કરે છે. આ કલ્પના પણ ભાગવતમાં નથી. દયારામની તે મૌલિક છે. જુઓ :
થાજો બલિવર્કમાં બળ થોડું રે; હરિ નિર્બળ કહી ન હું વખોડું રે, એમ વિનતિ કરતી ચમા રે;
ચાલી આવ્યા વિલ રણ સામા ’
શ્રીકૃષ્ણ સ્વયંવરમાં પધારે છે. તેમણે સાંઢ પાસે જઈ, માયા કરીને પોતાનાં સાત રૂપ ધારણ કર્યાં અને નાનું બાળક લાકડાના બળદને વશ કરવાની ચેષ્ટા કરે એટલી સરળતાથી એક સાથે સાતેય સાંઢને વશ કર્યાં. બાલચેષ્ટાની ઉપમા ભાગવતમાં આપેલી છે. દયારામે તે ભાગવતમાંથી લીધી છે. તેઓ લખે છે :
Jain Education International
દયારામનાં આખ્યાનો ૨૭૩
For Private & Personal Use Only
www.jainelibrary.org