________________
નામસંકીર્તનના પ્રકારની ભક્તિનો મહિમા દર્શાવવાનો મુખ્યત્વે રહ્યો છે. એને પરિણામે આ આખ્યાનમાં કેટલીક પુનરુક્તિ પણ થયેલી જણાય છે. વળી દયારામ પોતે ભક્તિને વરેલા હોવાથી દાન, તપ, તીર્થયાત્રા વગેરેને ઊતરતાં બતાવવામાં એમનો તે માટેનો પૂર્વગ્રહ પણ પ્રતિબિંબિત થયેલો લાગે છે. ભાગવત કરતાં દયારામમાં એ માટેનો અભિનિવેશ વિશેષ જાય છે.
એકંદરે દયારામની આ કૃતિ એમનાં બધાં આખ્યાનોમાં કદની દષ્ટિએ અને ગુણવત્તાની દષ્ટિએ મહત્ત્વની છે. અજામિલનું કથાનક દયારામની અગાઉ ખાસ કોઈ આખ્યાનકાર દ્વારા ઉપયોગમાં લેવાયું નથી તે દૃષ્ટિએ પણ આ આખ્યાન આપણા આખ્યાન સાહિત્યમાં મહત્ત્વનું ગણી શકાય.
શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધના અઠ્ઠાવનમા અધ્યાયમાં ગ્રેવીસ જેટલા શ્લોકોમાં નાગ્નજિતીના વિવાહનું જે નિરૂપણ થયું છે તેને અનુસરીને દયારામે નાગ્નજિતી વિવાહ' નામના આખ્યાનની રચના કરી છે. ભાગવતના સંક્ષિપ્ત નિરૂપણ ઉપરથી કવિએ પાંચ મીઠાંની બસો સિત્તેર જેટલી કડીમાં આ રચના નર્મદાતટે આવેલા ચાણોદ (ચંડીપુર) નામના ગામમાં રહીને કરી છે. દરેક “મીઠાંને અંતે કવિએ વલણની બે કડી આપી છે, પરંતુ મીઠાના આરંભમાં મુખ્યબંધની કડીઓ આપી નથી. આખ્યાનને અંતે ફલશ્રુતિ આપી છે.
કુશલદેશના રાજા નગ્નજિતની સત્યા નામની કુંવરી છે. પિતાના નામ ઉપરથી તે “નાગ્નજિતી' તરીકે પણ જાણીતી છે. નગ્નજિતની ઈચ્છા પોતાની કુંવરીને શ્રીકૃષ્ણ સાથે પરણાવવાની છે. પરંતુ સ્વયંવરમાં બીજા કોઈ રાજાઓ ફાવી ન જાય તે માટે તે યુક્તિપૂર્વકની એવી શરત કરે છે કે સાત માતેલા સાંઢને જે એક સાથે વશ કરે તેને તે પોતાની કુંવરી પરણાવશે. કવિ લખે છે :
‘રાણીઓ સાથે રાયે વિચાર્યું, પુત્રી પ્રભુને આપવા રે; બીજાને ના કહેવું પડે તેમ, જુક્તિ કરી જોર માપવા રે.
સાત સાંઢ જે નાથે નરપત, એક કાળે આવીને રે;
તે કન્યા મહારીને પરણે, મુજને સુખ ઉપજાવીને રે.” રાજાનો સ્વયંવર માટેનો પત્ર લઈ દૂત જુદા જુદા દેશમાં જઈને સમાચાર આપે છે. દરેક રાજવીને એમ લાગે છે કે સાત સાંઢને નાથવાનું કામ પોતાને માટે જરાય અઘરું નથી. શિશુપાલ, જરાસંધ, દુર્યોધન, કર્ણ વગેરે આવે છે, પરંતુ સાંઢને નાથવામાં તેઓ ફાવતા નથી. તેઓને નગ્નજિત રાજાની યુક્તિની ખબર નથી. તેઓ નિરાશ થઈ જાય છે. દરમ્યાન પિતાની યુક્તિની ખબર ન હોવાથી અને પોતે મનથી
ર૭૨ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org