________________
કરતાં ભાગવતને અનુસરી એનાં કેટલાંક ગુણલક્ષણો થોડી લયબદ્ધ પંક્તિઓમાં તેઓ દર્શાવે છે. ઉ. ત.
જ્ઞાની હતો ગુણવાન ઘણો, નિજ ધર્મ વિષે સાવધાન; સુશીલ દક્ષ દયાળુ તપસ્વી, પવિત્ર વિદ્યાવાન. ધ્યાની નેમી ધીરજવાન, સંતોષી ને ઘણો શાંત; ક્ષમાવત મૃદુ હદે મધુર ભાષણ કરતો અભ્રાંત.'
“માતપિતાનું વચન પાળતો. કરતો ગુરુની સેવા; પૂજય અભ્યાગત ગો દ્વિજ, અર્ચન કરતો સરવે દેવા. પિતા વચનથી સમિધ લેવા, દ્વિજ જાતો હતો તે વનમાં;
અંતઃકર્ણ અમળ હતું એનું, વિકાર કંઈ નહોતો મનમાં.' વનમાં શૂદ્ર અને શુતીને કામમોહિત થયેલાં અજામિલ જુએ છે એ પ્રસંગના વર્ણનમાં કવિ તાદશતા અને ચિત્રાત્મકતા આણે છે. જુઓ :
વસગ્રંથી કટિમુક્ત થયેલીનાથને બાથ ભરેલી; કામિની કઠે ધર્યો ભુજ પુરુષે ચંદન લેપ કરેલી, મદ્યપાને મહામત્ત થયેલાં, બીજો કામ અંધકાર;
ત્રિજ તિમિર, શિર જાત નહિ. પછી ત્યાં શો વિવેકવિચાર. કાવ્યાલંકારોમાં દયારામને ઉપમા સવિશેષ અનુકૂળ છે. ભક્તિનો મહિમા દર્શાવવા તેમણે નીચે પ્રમાણે કેટલીક સુંદર ઉપમાઓ આપી છે :
જાણે અજાણપણે પણ જેમ, અડતામાં અગ્નિ બાળ; તેમ અનંત અભિધાનવહિ સદ્ય કુકર્મ કાષ્ટ પ્રજાળે.'
‘અમૃત આહાર થયો અજ્ઞાને, તોપણ અમર થઈ જાય; એમ જાતિ ગુણ કૃષ્ણ નામનો. સહેજે પણ સુખદાય.'
કોટી વર્ષનો અંધકાર, કોઈ મંદિરમાં હોય જ્યમ; દિપ એક દીઠે સદ્ય નાશ, નામથકી અઘ મ.'
ભીતર બ્રહ્મ પ્રકાશ ઉભય સ્થળ, કૃષ્ણ કથ્ય મુખ થાય;
ઉમર દીપ ધરે જ્યમ આંગણ, સદન તિમિર સદ્ય જાય.’ દયારામ પ્રથમ ભક્તકવિ છે અને પછી કથાકાર છે એની પ્રતીતિ, આ આખ્યાનમાં એમણે ભક્તિનો મહિમા દર્શાવવા માટે રોકેલાં કડવાંની સંખ્યા પરથી પણ થશે. કવિનો આશય ભાગવતને અનુસરી ભક્તિનો અને તેમાં પણ
દયારામનાં આખ્યાનો ૪ ૨૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org