________________
ઇંદ્રિયો જીત્યા વિના, વણકર્થે શાસ્ત્ર અભ્યાસ;
કોણ રીતે થાય કહો મુનિ, અભય હરિપદ વાસ.' પરીક્ષિત રાજાની શંકાનું સમાધાન કરતાં શુકદેવજી અક્ષયપદની પ્રાપ્તિના ઉપાય તરીકે ભક્તિનો મહિમા દર્શાવે છે. ભક્તિ નવ પ્રકારની છે, પણ તેમાં નામસંકીર્તનના પ્રકારની ભક્તિને તેઓ સવિશેષ મહત્ત્વની ગણાવે છે :
એક વાર શ્રીકૃષ્ણ નામ કોઈ પ્રાણી વદન આલાપે; તો તેને સ્વપ્ન પણ યમચર કદા ન દર્શન આપે. જતા તદ્ધા નામ નારાયણ જે કોઈ કરે ઉચ્ચાર;
તોપણ સહેજે સર્વ શ્રેય પામે, ભય વામે નિરધાર.' “અજામિલ આખ્યાન'માં દયારામ શ્રીમદ્ ભાગવતની કથાને શબ્દશ: અનુસરે છે એમ નહિ કહેવાય, કારણ કે દયારામનું કથાનિરૂપણ કેટલેક સ્થળે નાની નાની વિગતોની થોડી ભિન્નતા દર્શાવે છે, જેમ કે ભાગવતમાં અજામિલ કોઈ દાસી જે વેશ્યા જેવી છે તેની સાથે ભ્રષ્ટ થાય છે એમ વર્ણવ્યું છે, જ્યારે આ આખ્યાનમાં તે શુદ્રી સાથે ભ્રષ્ટ થાય છે એમ બતાવ્યું છે. દાસી શૂઢિી જ હોય, પરંતુ “અજામિલ આખ્યાન'માં એવી છાપ પડે છે કે શૂદ્ર-શૂદ્રી પતિ-પત્ની હતાં --
માર્ગ જાતાં એક શૂદ્ર શૂદ્રી, ક્રીડા કરતાં પડ્યાં દષ્ટ.
એહની વિકલ પતિ સહિત પુશલી, પ્રત્યક્ષ દર્ટ દીઠી.' જ્યારે શ્રીમદ્ ભાગવત પ્રમાણે દાસી તે શૂદ્રની પત્ની નહોતી બલકે શૂદ્ર વેયાથી ભ્રષ્ટ થયો એમ વર્ણવ્યું છે.
અજામિલના ઘરે કોઈ સાધુ આવે છે અને તે અજામિલને એના દસમા પુત્રનું નામ નારાયણ રાખવાની ભલામણ કરે છે એ પ્રસંગ ભાગવતમાં નથી. દયારામે એ પ્રસંગ બીજા કોઈ પુરાણમાંથી લીધો છે. દયારામ લખે છે :
શુકજી કહે સાંભળ રે ચય પુરાણાન્તર એક ઈહાં કથાય.
અન્ય પુરાણ તણી એ વાત, સંબંધ મળવા કહી સાક્ષાત.' દયારામના આ આખ્યાનમાં પાત્રો અને પ્રસંગો ઓછાં છે, પરંતુ તેના નિરૂપણમાં, એમનાં બીજાં આખ્યાનોની સરખામણીમાં તેમની વિશેષ સિદ્ધિ જોવા મળે છે. દયારામ સામાન્ય રીતે પાત્રનો પરિચય સંક્ષેપમાં જ કરાવતા હોય છે. પાત્રનું સુરેખ ચિત્ર દોરવા જેટલી નિરાંત તેઓ એકંદરે ઓછી દાખવે છે. પરંતુ આ આખ્યાનમાં એમણે અજામિલ, યમકિકરો, વિષ્ણુના દૂતો, શૂદ્ર અને શૂદ્રી વગેરેનાં પાત્રાલેખનને સુરેખ બનાવવા કેટલીક વિગતો ઉમેરેલી છે. અજામિલનું પાત્રાલેખન
૨% જ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org