________________
શ્લોક, કુંજીસ્નાનની ઉપમા દયારામે ભાગવતમાંથી લીધી છે.
क्वचिन्निवर्ततेऽभद्रात्क्वचिच्चरनि तत्पुनः । प्रायश्चित्तमतोऽपार्थ मन्ये कुञ्जर शौचवत् ॥ મૂળ મહીમાં રહે ને જેમ છેદન કરીએ વૃક્ષ; તેમાંથી પુનઃ પ્રગટ થાયે, જુઓ વિટપ પ્રત્યક્ષ, વાસના જડ જ્યાં લગી, તહાં લગી શાખા કર્મ; લિંગ દેહનો દહે એવો, એમાં નથી કોઈ ધર્મ
કર્મ થકી બંધાયો જીવ તે કર્મે કેમ મુકાય;
પકે લેપ્યું અંગ તે ક્યમ, પંક થકી ધોવાય ?' તપશ્ચર્યા ઉપરાંત પ્રાણાયામ, યજ્ઞ, મંત્ર, તીર્થયાત્રા, દાન, ધ્યાન, વ્રત વગેરે ઉપાયોની કંઈક ને કંઈક મર્યાદા હોય છે. આ બધા ઉપાયો સરળ નથી. કેટલાકમાં તનની શક્તિની, કેટલાકમાં મનની શક્તિની અને કેટલાકમાં ધનની અપેક્ષા રહે છે. કેટલાકમાં વિશિષ્ટ અધિકારની જરૂર પડે છે. એટલે એ બધા ઉપાયો કરતાં નામસ્મરણનો ઉપાય સરળ, સર્વસુલભ અને સદ્યપરિણામી છે. કવિ લખે છે :
અતિ કઠિન અણંગ તે પણ કરે ધારણ કોણ; પવનરોધ પ્રયત્ન તો થાય પલાણ પ્રાણ. મખ વિષે માને ન મન જેમાં પશુની ઘાત; દ્રવ્ય પાખે ના બને અનુકૂળ નહિ એ વાત, દેશકાળ ને મંત્રાદિક અનુકૂળ સર્વ પ્રકાર; ઉણો હોય કોઈ ઉપસ્કર તો નિષ્ફળ થાય નિર્ધાર.'
વ્રતાદિ કે દેહદમન કરતાં ઘટે વપુ ને વીર્ય, શાંત પામે શ્રદ્ધા તેથી જાય શુચિતા શૈર્ય વેદ ગાયત્રી કર્મનો વિપ્રને છે અધિકાર; શૂદ્રાદિકને ઘટિત નહિ તેહનો તે ક્યમ ઉદ્ધાર. દીન દુર્બળ અદઢ કામી સુધાળુ હોય અત્ય;
આળસુ અશુચિ અધમ જડ કૃપણની શી ગત્ય.’ અક્ષયપદ, પામવા માટે જો આ બધાં સાધનોની નિરર્થકતા હોય તો તે બધાં સિવાયનો ઉપાય કયો છે એ બતાવવા માટે પરીક્ષિત રાજા શુકદેવજીને પ્રશ્ન કરે
વિના ઘને વિના તપસ્યા, વિના યજ્ઞ ને તીર્થ; વિના યોગે વિના ધ્યાને, શ્રમ વિના થાય અર્થ.
દયારામનાં આખ્યાનો ક ૨૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org