________________
ભગવાન વિષ્ણુના દૂતો ત્યાં આવી પહોંચ્યા. એમણે યમકિકરોને અજામિલને લઈ જતાં અટકાવ્યા. તેઓએ ભગવાનના નામનું માહાભ્ય સમજાવ્યું અને યમદૂતોને ત્યાંથી રવાના કર્યા. અજામિલ ત્યાર પછી સાજો થયો. એણે પોતાનું શેષ જીવન પ્રભુભક્તિમાં વિતાવ્યું. જ્યારે તે મૃત્યુ પામ્યો ત્યારે ભગવાન વિષ્ણુના દૂતો આવીને તેને વૈકુંઠમાં લઈ ગયા.
આમ, અજામિલનું કથાનક ઘણું નાનું છે. દયારામે પોતાના આ આખ્યાનમાં તે સંક્ષેપમાં નિરૂપ્યું છે. આખ્યાનના બીજા, ત્રીજા અને ચોથા કડવાંમાં એની મુખ્ય ઘટનાઓનું નિરૂપણ થયું છે. બાકીનાં બધાં કડવાં તે પ્રભુના નામનો મહિમા અને પ્રભુપ્રાપ્તિ માટેનાં નામ-સંકીર્તન સિવાયનાં સાધનોની મર્યાદા કે નિરર્થકતા દર્શાવવા માટે લખાયાં છે. ભગવાનના નામના માહાભ્યની ચર્ચા યમના કિંકરો અને ભગવાન વિષ્ણુના પાર્શ્વદો વચ્ચે થયેલા વિવાદને નિમિત્તે આખ્યાનમાં લખાઈ છે. પરીક્ષિત રાજા અને શુકદેવજી વચ્ચે કેટલાક તાત્ત્વિક પ્રશ્નોની ચર્ચા પણ કવિએ નિરૂપી છે. માણસથી જાણતા કે અજાણતાં પાપ તો થઈ જાય છે, પરંતુ તેમાંથી મુક્ત થવાય કેવી રીતે એ મહત્ત્વનો પ્રશ્ન છે. શુકદેવજી કહે છે :
પ્રાયશ્ચિત્ત સહુ પાપનાં, કહ્યાં છે મનુ, નૃપ ! જાણ. જેવા ગુરુલઘુ દોષ તેવા, લખ્યા તેના ઉપાય; ધર્મશાસ્ત્ર પ્રમાણ આચરણ ક્યાંથી અઘ જાય. યોગ, યજ્ઞ ને તીરથ, તપ, વ્રત, કર્મકષ્ટિ જ્ઞાન; દાન વૈદિક અધ્યયન, ધર્મ નીમ ને ધ્યાન, ઈત્યાદિક સાધન સાધ્યું, ટળે કીધાં પાપ;
ભૂપ પરીક્ષા માટે સુનિયે, કીધો એહ જબાપ.' પરીક્ષિત રાજાના મનમાં પ્રાયશ્ચિત્ત વિશે કેટલીક શંકા થાય છે. તેઓ કહે છે કે માણસ પ્રથમ પાપ કરે, પછી તેનું પ્રાયશ્ચિત્ત લે, ફરી પાછું પાપ કરે ને ફરી પાછું પ્રાયશ્ચિત્ત લે, તો એ તો સ્નાન કરીને હાથી પાછો પોતાના માથામાં ધૂળ નાંખે તેના જેવી ઘટના કહેવાય, અથવા ડાળ કાપી નાખ્યા પછી મૂળમાંથી ફરી બીજી ડાળ ઊગે તેના જેવું એ કાર્ય ગણાય. એવા કાર્યથી શો અર્થ સરે ? પરીક્ષિત રાજાની આ દલીલ દયારામે સચોટ શબ્દમાં મૂકી છે. જુઓ :
ક્યાં પ્રાયશ્ચિત્ત કર્યો થકી, થાય કિલ્મિષ ફોક; કઈ બુદ્ધિને વશ થઈ, કલિ મળ કરે છે લોક. વળી પાતક, વળી પ્રાયશ્ચિત્ત, તે તણો ક્યાં પાર;
કુંજર કેશ સ્નાન સરખો, ઠર્યો એહ પ્રકાર.” આની સાથે સરખાવી ભાગવતના છઠ્ઠા સ્કંધના પ્રથમ અધ્યાયનો દસમો
ર૬૮ - સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org