________________
છે. નવ કડવાંમાં આ આખ્યાન લખાયું છે અને તે કડવાં રામગ્રી, મેવાડો, દેખ, સિંધુ, સોરો, માલકૌશ વગેરે વિવિધ રાગમાં લખાયાં છે, જે દયારામની સંગીતનિપુણતાની પ્રતીતિ કરાવે છે.
ભાગવતના છઠ્ઠા સ્કંધના પહેલા ત્રણ અધ્યાયમાં અજામિલની કથા આવે છે. તેને અનુસરીને દયારામે સં. ૧૮૬૩માં આ રચના કરી છે. એ વિશે એમણે આખ્યાનના છેલ્લા કડવામાં નીચે પ્રમાણે નિર્દેશ કર્યો છે :
‘સંવત અષ્ટાદશ ત્રેસઠમાં, માસ ભાદ્રપદ સાર જી; શુક્લ પક્ષ શુભ તિથિ પૂર્ણિમા, શતભિષા બુધવાર જી. પૂરણ કથા તે દિવસે થઈ છે, શ્રી ગુરુકૃષ્ણકૃપાય જી; અજામેલનું આખ્યાન કર્યું એ મહદ પુરુષઆશાય જી.’
દયારામે શ્રીમદ્ ભાગવત ઉપરાંત બીજાં કેટલાંક પુરાણોમાંથી હિરનામમાહાત્મ્ય વિશેનાં વચનોનો ઉમેરો પોતાના આ આખ્યાનમાં પોતાની રીતે કર્યો છે. એ વિશે તેઓ પોતે આખ્યાનમાં જણાવે છે:
શ્રી હરિનામમાહાત્મ્ય જેમાં, વર્ણવ્યું શ્રી ભાગવત અનુસાર જી; અન્ય પુરાણનાં વચન થકી પણ પુષ્ટિ કરી નિરધાર જી.’
જીવનના અંત સમયે અજાણતાં પણ પ્રભુનું નામ લેવાઈ જાય તો તેથી જીવનની ગતિમાં કેટલો ફરક પડી જાય છે તે દર્શાવવા અને હિરનામનું માહાત્મ્ય સમજાવવા અજામિલની સુંદર કથા શ્રીમદ્ ભાગવતમાં આવી છે.
અજામિલ નામનો એક વિદ્વાન બ્રાહ્મણ હતો. તે ધર્મપરાયણ, દયાળુ, સંતોષી, શાંત અને ક્ષમાવંત હતો. એક વખત પિતાના કહેવાથી તે વનમાં સમિધ લેવા ગયો હતો. રસ્તામાં એણે શૂદ્ર સ્ત્રી-પુરુષને કામક્રીડા કરતાં જોયાં. એથી અજામિલનું મન ચંચળ થઈ ગયું. સમિધ લઈને તે ઘરે આવ્યો, પરંતુ એના મનમાં એ સ્ત્રી માટે વિષયવાસના પેઠી હતી. તે ફરીથી વનમાં ગયો અને કેટલુંક દ્રવ્ય આપી પેલી શૂદ્ર સ્ત્રી સાથે ભ્રષ્ટ થયો. પછીથી અજામિલે પોતાની પત્નીનો ત્યાગ કર્યો અને પેલી શૂદ્ર સ્ત્રી સાથે સંસાર માંડ્યો. એને સંતાનો પણ થયાં. એક વખત કોઈ એક સાધુ અજામિલને ત્યાં પધાર્યા હતા. એમણે અજામિલની ઘરની પરિસ્થિતિ નિહાળી. અજામિલનું પતન થયેલું જોઈ એમને દયા આવી. એમણે કહ્યું, અજામિલ ! હવે પછી તારે જે પુત્ર થાય તેનું નામ નારાયણ પાડજે.' સાધુ ચાલ્યા ગયા. કેટલેક સમયે અજામિલને પુત્ર પ્રાપ્ત થયો અને એનું નામ એણે નારાયણ રાખ્યું.
અજામિલ ઘણો પાપી થઈ ગયો હતો. મરણ વખતે તેને લેવા યમના દૂતો આવ્યા હતા. તેમને જોઈ ગભરાઈ ગયેલા અજામિલે પોતાના નાના લાડકા પુત્ર નારાયણને બોલાવવા માટે ‘નારાયણ ! નારાયણ !” એવી બૂમો મારી. એ સાંભળી
દયારામનાં આખ્યાનો ૪ ૨૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org