________________
દયારામે પોતાનાં કેટલાંક આખ્યાનોમાં કડવું' શબ્દ પ્રયોજ્યો છે. પરંતુ બીજાં કેટલાંક આખ્યાનોમાં એમણે “કડવું'ને બદલે “મીઠું એવો શબ્દ પણ પ્રયોજ્યો છે. દયારામે “કડવું' શબ્દ કડવાશના અર્થમાં સમજીને તેને બદલે “મીઠું શબ્દ પ્રયોજ્યો હશે એમ જણાય છે. પરંતુ આખ્યાનોમાં વપરાતો “કડવું' શબ્દ કડવાશના અર્થમાં નથી તેની દયારામને કદાચ ખબર નહીં હોય. “કડવું' શબ્દ સંસ્કૃત “કડવક' શબ્દ ઉપરથી આવ્યો છે. કડવક એટલે એક જ રાગ કે ઢાળમાં લખાયેલી કેટલીક પંક્તિનો સમૂહ. કડવક' શબ્દ પ્રાકૃત અને અપભ્રંશ કાવ્યોમાં પણ વપરાયો છે અને તેને આધારે જૈન રાસકૃતિઓમાં પણ “કડવક' શબ્દ જોવા મળે છે. આ રીતે “કડવક' ઉપરથી આવેલો “કડવું' શબ્દ જૈન રાસકૃતિઓને અનુસરી આખ્યાનકૃતિઓમાં પણ વપરાવા લાગ્યો હતો. દયારામે કેટલાંક આખ્યાનોમાં “કડવું ને બદલે “મીઠું' શબ્દ પ્રયોજ્યો છે. અલબત્ત, આ શબ્દપ્રયોગ દયારામનો મૌલિક નથી, કારણ કે દયારામની પહેલાં ગોપાળદાસ નામના કવિએ પોતાના આખ્યાનમાં “મીઠું' શબ્દ પ્રયોજ્યો છે. ગોપાલદાસ પુષ્ટિમાર્ગીય કવિ હતા અને એમણે “વલ્લભાખ્યાન' નામની જે કૃતિની રચના કરી છે તેમાં “કડવું'ને બદલે મીઠું' શબ્દ પ્રયોજ્યો છે. દયારામ પોતે પુષ્ટિમાર્ગીય કવિ હતા. એટલે પોતાના નજીકના પુરોગામી પુષ્ટિમાર્ગીય કવિ ગોપાલદાસની આખ્યાનકૃતિથી તેઓ અપરિચિત હોય એવો સંભવ નથી.
દયારામે “કડવું' ને બદલે “મીઠું' શબ્દ પ્રયોજ્યો તેથી એમની કૃતિઓમાં મીઠાશ આવી કે વધી એમ નહિ કહી શકાય. બલ્ક એમની કૃતિઓમાં ક્યારેક ક્યારેક મીઠુંનો અભાવ લુણના અર્થમાં અને મિષ્ટતાના અર્થમાં પણ) વરતાય છે. એને લીધે દયારામનાં “મીઠાં' કેટલીક વાર મોળાં લાગે છે. પ્રેમાનંદનાં ‘કડવાં' જેટલાં મીઠાં બન્યાં છે એટલાં દયારામનાં “મીઠાં મીઠાં નથી બની શક્યાં એ તો સ્પષ્ટ છે.
આમ આખ્યાનના બાહ્ય સ્વરૂપની દૃષ્ટિએ દયારામની કૃતિઓમાં ઠીક ઠીક વૈવિધ્ય જોવા મળે છે, પરંતુ એ વૈવિધ્યને કારણે એની ગુણવત્તા વધી છે એમ કહી શકાય નહિ.
હવે, દયારામે જે આખ્યાનો લખ્યાં છે તે આપણે ક્રમવાર જોઈએ.
દયારામે જે આખ્યાનકૃતિઓ લખી છે તેમાં આખ્યાનના સ્વરૂપની દૃષ્ટિએ મહત્ત્વની ગણાય એવી અને દયારામની આખ્યાનકૃતિઓમાં પરિપક્વ ગણાય એવી કૃતિ તે “અજામિલ આખ્યાન' છે. આ આખ્યાનમાં દયારામે તેના ખંડો માટે “મીઠું’ નહિ પરંતુ પરંપરાનુસાર “કડવું' શબ્દ પ્રયોજ્યો છે. એમાં કેટલાંક કડવાંમાં આરંભમાં મુખ્યબંધની અને પ્રત્યેક કડવાને અંતે “વલણ'ની પંક્તિઓ તેમણે આપી
ર૬૬
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org