________________
જોવા મળે છે.
પદબંધ ઉપરાંત સળંગ એક જ ઢાળમાં આખ્યાનકૃતિ લખાઈ હોય એવી કેટલીક રચનાઓ આરંભકાળમાં આપણને સાંપડે છે, જેમાં કવિ ભાલણકૃત ‘સપ્તશતી'ને ગણાવી શકાય. પદબંધ અને સળંગબંધ ઉપરાંત આખ્યાનના સ્વરૂપના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપનાર તે કડવાબંધની શૈલી છે. ભાલણ, નાકર, વિષ્ણુદાસ વગેરે કવિઓ દ્વારા આ કડવાબંધની શૈલી વધુ લોકપ્રિય બનતી ગઈ
અને પ્રેમાનંદે એની કલાને ટોચે પહોંચાડી તથા તેમાં ઉત્તમ પ્રકારની કેટલીક રચનાઓ આપી.
કડવાંબંધના પ્રકારમાં પણ કેટલુંક વૈવિધ્ય જોવા મળે છે. કથાવસ્તુના નિરૂપણ માટે કોઈક રાગ કે રાગિણીમાં, ઢાળ કે દેશીમાં, કડવાની કેટલીક કડીઓ આપવામાં આવે છે. એવા કડવાની પૂર્વે કથાવસ્તુના નિર્દેશ માટે કે કંઈક પ્રાસ્તાવિક કથનરૂપે એક યા બે કડી ઘણુંખરું જુદા ઢાળ કે જુદી દેશીમાં લખાયેલી હોય તેને મુખ્યબંધની કડી કહેવામાં આવે છે. કડવાને અંતે, કડવાના સારરૂપે અથવા પછીના કડવામાં આવતી ઘટનાના નિર્દરૂપે કંઈક કહેવા માટે એક અથવા બે કડી જુદી લખવામાં આવતી, જે વલણ અથવા ઉથલોના નામથી ઓળખાતી. કડવાની કડીઓની સંખ્યા પણ પાંચસાતથી માંડીને વધતી શતાધિક સુધી પહોંચી હતી.
કિવિ દયારામે જે આખ્યાનકૃતિઓની રચના કરી છે તેમાં બાહ્ય રચનાના આ બધા પ્રકાર લગભગ જોવા મળે છે. એમણે કેટલીક રચના પદબંધના પ્રકારની કરી છે. કેટલીક રચના સળંગબંધના પ્રકારની કરી છે અને કેટલીક રચના કડવાં બંધના પ્રકારની કરી છે. કડવાંબંધમાં પણ એમણે કેટલીક કૃતિઓમાં મુખ્યબંધ અને વલણ એ, બંનેની કડીઓ આપી છે, તો કેટલીક કૃતિઓમાં કાં તો ફક્ત મુખ્યબંધની અને કાં તો ફક્ત વલણની કડીઓ આપી છે, અને કેટલીક કૃતિઓમાં મુખબંધ અને વલણની કડીઓ આપી નથી.
દયારામે “શ્રીમદ્ ભગવદ્દગીતામાહાભ્ય’ અને ‘શ્રીમદ્ ભાગવતાનુક્રમણિકા' નામની બે આખ્યાનકૃતિઓની રચના કરી છે અને એ બંનેનું કથાવસ્તુ કડવાને બદલે “અધ્યાયમાં કે ખંડમાં વિભક્ત કર્યું છે. આ બંને આખ્યાનોમાં દયારામે કેટલેક સ્થળે મુખબંધની અને કેટલેક સ્થળે વલણની કડીઓ યોજી છે. આ બંને રચનામાં દયારામે એ બે સંસ્કૃત પૌરાણિક ગ્રંથોને અનુસરી “અધ્યાય' શબ્દ પ્રયોજ્યો છે, પરંતુ તેનું સ્વરૂપ તો કડવાના પ્રકારનું જ રહ્યું છે. અધ્યાય કહેવાથી તેમાં વિશેષ કશો ફરક પડતો નથી. એટલે એ બે આખ્યાનકૃતિઓને કડવાંબંધના પ્રકારની ગણવામાં આવે તે જ વધુ યોગ્ય છે.
દયારામનાં આખ્યાનો ૨૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org