________________
૮૯ કડવાં સુધી પહોંચ્યું છે.
- દયારામના કેટલાક ચરિત્રકારો, ગુજરાતી સાહિત્યના કેટલાક ઇતિહાસકારો અને કેટલાક વિવેચકો દયારામની આ બધી કૃતિઓને આખ્યાન તરીકે ગણાવતા આવ્યા છે, પરંતુ એ બધી જ કૃતિ ‘આખ્યાનના નામને પાત્ર નથી. માત્ર પૂર્વવૃત્તના કથનના લક્ષણથી એને આખ્યાન તરીકે ઓળખાવવામાં આવે તો ભલે, પરંતુ એથી આખ્યાનના સ્વરૂપને ઘણું શિથિલ માનવું પડશે. જો આ બધી જ કૃતિઓને આખ્યાન તરીકે સ્વીકારીએ તો સમય જતાં આખ્યાનના સ્વરૂપની કેવી અવનતિ થઈ તેના ઉદાહરણરૂપે દયારામની કેટલીક કૃતિઓને ગણાવવી પડશે.
દયારામે પોતાની આ આખ્યાનકૃતિઓમાં માત્ર “અજામિલ આખ્યાન', ભગવદ્ગીતા માહાભ્ય’ અને ‘શ્રીમદ્ ભાગવતાનુક્રમણિકામાં તેની રચનાસાલ આપી છે. બીજી કૃતિઓમાં રચનાાલનો નિર્દેશ નથી. હસ્તપ્રતોને આધારે તેનો રચના સમય અને ક્રમ કદાચ નક્કી થઈ શકે, તોપણ આ બધી આખ્યાનકતિઓનું પૌવંપર્ય કેટલેક અંશે સંદિગ્ધ રહે છે. કવિએ કેટલીક કૃતિઓમાં નામનો નિર્દેશ દયાશંકર' તરીકે અને કેટલીકમાં “દયારામ' તરીકે કર્યો છે. એને આધારે કૃતિઓનો રચનાક્રમ વિચારી શકાય.
- આખ્યાનનો વિકાસક્રમ જોતાં એની બાહ્ય રચનામાં કેટલાક પ્રકારો જોવા મળે છે. કવિ નરસિંહ મહેતાએ જ્યારે “સુદામાચરિત' જેવી આખ્યાનકૃતિની રચના કરી ત્યારે તે સમયે પરિચિત કથાવસ્તુ ઉપર આધારિત એવા જૈન રાસના સ્વરૂપનો ઠીક ઠીક વિકાસ થઈ ચૂક્યો હતો. લોકોમાં ગાઈ સંભળાવવા માટે પૌરાણિક કથા પર આધારિત પદ્યકૃતિ કેવી હોઈ શકે તેના ઉત્તમ નમૂના નરસિંહ મહેતાના સમયમાં ઉપલબ્ધ હતા. આમ છતાં નરસિંહ મહેતાની આખ્યાનકૃતિ “સુદામાચરિત' આખ્યાનના વિકાસક્રમમાં પ્રારંભના સમયની કૃતિ હોય એવી છાપ પડે છે. એનું એક કારણ એ પણ ખરું કે નરસિંહ મહેતા વ્યવસાયે આખ્યાનકાર નહોતા. વળી એમની પૂર્વે ખાસ કોઈ આખ્યાનકૃતિ ગુજરાતીમાં લખાઈ નહોતી. “સુદામાચરિત'ની રચના કરતી વખતે પોતે કોઈ નવા પ્રકારની રચના કરે છે અને તે આખ્યાનનો પ્રકાર છે એવો ખ્યાલ તેમને ન હોય એ સ્વાભાવિક છે. વળી એમણે પોતાના સમયમાં ઉપલબ્ધ એવી ઉત્તમ જૈન રાસકૃતિઓ જોઈ હશે કે તે પણ પ્રશ્ન છે. તેઓ તો ફક્ત પોતાની પ્રભુભક્તિ કવિતા દ્વારા વિવિધ રૂપે અભિવ્યક્ત કરવા ઇચ્છતા હતા. એટલા માટે ભાગવતની સુદામાની કથાને એમણે પદ્યદેહ આપ્યો. આ કથા કેટલાંક પદોમાં લખાયેલી છે એટલે એને આપણે પદબંધના પ્રકારની આખ્યાનકૃતિ તરીકે ઓળખાવીએ છીએ. આખ્યાનના સ્વરૂપનું બીજ આપણને આવી કેટલીક કૃતિઓમાં
ર૬૪ માહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org