________________
ગવડાવવાના હેતુથી એમણે આખ્યાનકૃતિઓની રચના કરી નહોતી. એટલે રસનિષ્પત્તિની અને બાહ્ય રચનાની દૃષ્ટિએ એમની કૃતિઓની બહુ માવજત થયેલી જોવા નહિ મળે. દયારામનાં ઘણાંખરાં આખ્યાનો કદમાં નાનાં અને કથાવસ્તુના વિભાજનની સમતુલા વિનાનાં હોવાથી વ્યવસાયી માણભટ્ટ કથાકારોને પોતાના કાર્યક્રમમાં તેને સમાવવાં અનુકૂળ નહિ લાગ્યું હોય. એટલે પણ કદાચ દયારામનાં આખ્યાનો લોકોમાં બહુ ગવાયાં હોવાના નિર્દેશો ખાસ મળતા નથી. જો કે દયારામ પછી માણભટ્ટ કથાકારોનો વ્યવસાય પણ મંદ પડવા લાગ્યો હતો એટલે નવી નવી કૃતિઓને બહુ અવકાશ નહોતો એ પણ સાચું.
પોતે વ્યવસાયે આખ્યાનકાર ન હોવાને કારણે તેમજ પોતાનું લક્ષ્ય માત્ર કૃષ્ણભક્તિનું જ ગાન કરવાનું હોવાથી આખ્યાનકાવ્યો માટે દયારામની વિષયપસંદગી ઘણી મર્યાદિત હતી. દયારામનો મુખ્ય પ્રેરણાસ્ત્રોત હતો શ્રીમદ્ ભાગવત. એટલે દયારામની ઘણીખરી આખ્યાનકૃતિઓ શ્રીમદ્ ભાગવતની કથાને અનુલક્ષીને રહી છે.
દયારામની સમગ્ર રચનાઓ જોતાં તેઓ મુખ્યત્વે ઊર્મિકવિ છે એ સ્પષ્ટપણે પ્રતીત થાય છે. આથી આખ્યાન જેવો પરલક્ષી પ્રકાર દયારામની આત્મલક્ષી પ્રતિભાને વિશેષ અનુકૂળ ન આવે એ પણ દેખીતું છે.
આમ છતાં દયારામે કેટલીક આખ્યાનકૃતિઓની રચના કરી છે એનું કારણ તે એમના જમાનાની કાવ્યશૈલીનો એમના કવિત્વ ઉપર પડેલો પ્રભાવ છે. આ પ્રભાવ એટલો બધો હતો કે જેને આખ્યાન ન કહી શકાય એવી એમની કૃતિઓ (રસિકવલ્લભ અને સંદિગ્ધ કર્તુત્વવાળી જણાતી ગુરુશિષ્યસંવાદ') ઉપર પણ આખ્યાનની રચનાશૈલીનો પ્રભાવ પડ્યો છે.
દયારામની નીચે પ્રમાણે આખ્યાનકૃતિઓ ગણવામાં આવે છે.
(૧) અજામિલ આખ્યાન, (૨) સત્યભામાવિવાહ, (૩) રુકિમણી વિવાહ, (૪) નાગ્નજિતીવિવાહ, (૫) મીરાંચરિત્ર, (૬) કુંવરબાઈનું મામેરું, (૭) શ્રીકૃષ્ણ ઉપવીત, (૮) રુક્મિણીસીમંત, ૯) અષ્ટ પટરાણીવિવાહ, (૧૦) શ્રીમદ્ ભાગવતાનુક્રમણિકા (૧૧) દશમસ્કંધાનુક્રમણિકા અને (૧૨) ભગવદ્ ગીતા માહાસ્ય.*
આ ઉપરાંત પ્રેમાનંદના “ઓખાહરણમાં બીજા કવિઓની જેમ દયારામે કેટલીક પંક્તિઓના ઉમેરા કર્યા છે, જેને લીધે પ્રેમાનંદનું એ આખ્યાન પ્રક્ષેપ સહિત
* દયારામનાં જુદાં જુદાં આખ્યાનો દયારામકૃત કાવ્યસંગ્રહ (સં. નર્મદ), “દયારામભાઈકૃત કાવ્યમણિમાલા' (સંશોધક : છોટાલાલ ગિ. જોષી વગેરે), ‘દયારામ કાવ્યસુધા' (સં. પ્રાણશંકર વ્યાસ), ‘દયારામ રસથાળ' પ્ર. સ્મારક સમિતિ) ઇત્યાદિ ગ્રંથોમાં છપાયા છે.
દયારામનાં આખ્યાનો ૨૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org