________________
૧૪
દયારામનાં આખ્યાનો
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા એક તેજસ્વી કવિ દયારામ (જન્મ ઈ. સ. ૧૭૭૭, અવસાન ઈ. સ. ૧૮૫૩)નો કવનકાળ છ દાયકાથી પણ વધુ સમયનો (ઈ. સ. ૧૭૯૦થી ઈ. સ. ૧૮૫૩ સુધી) હતો. દયારામે આ સમય દરમિયાન જે સંખ્યાબંધ કૃતિઓની રચના કરી છે તેમાં એમને મધ્યકાલીન સાહિત્યમાં વધુ મહત્ત્વનું સ્થાન અપાવે એવી કૃતિઓ તે એમની ગરબીઓ જ છે. ગરબી સિવાયની ઇતર ઘણીખરી ગુજરાતી રચનાઓમાં
દયારામ કવિ તરીકે એકંદરે મધ્યમ કક્ષાના પ્રતીત થાય છે.
Jain Education International
દયારામે જે કૃતિઓની રચના કરી છે તેમાં એમણે રચેલી આખ્યાનકૃતિઓ પણ જોવા મળે છે. આખ્યાનકાર તરીકે દયારામ પોતાના પુરોગામી કવિઓ કરતાં કોઈ સવિશેષ સિદ્ધિ દાખવતા નથી. આખ્યાનકાર તરીકે અલબત્ત, દયારામની મુલવણી કરતી વખતે કેટલીક બાબતોનું આપણને વિસ્મરણ થવું ન જોઈએ. પ્રથમ તો એ લક્ષમાં લેવાવું જોઈએ કે દયારામ પોતે નાકર, વિષ્ણુદાસ કે પ્રેમાનંદની જેમ વ્યવસાયે આખ્યાનકાર નહોતા, મધ્યકાળમાં કેટલાક માણભટ્ટ કથાકારો બીજા કવિઓની કૃતિઓ પોતે ગાઈને લોકોને સંભળાવતા. તો કેટલાક માણભટ્ટ કથાકારો સ્વયં કવિ હોવાને કારણે પોતે જ આખ્યાનકાવ્યની રચના કરતા અને લોકો સમક્ષ તે ગાઈ સંભળાવતા. જેઓ આ રીતે આખ્યાનની રચના પોતે કરતા તેમને અનુભવને આધારે પોતાની કૃતિમાં સભારંજનનું તત્ત્વ ક્યાં ક્યાં, કેવી રીતે અને કેવા પ્રકારનું આણવું તેની સૂઝ રહેતી. પરિણામે એવા કથાકાર કવિઓનાં આખ્યાનોમાં કૃતિના બાહ્ય સ્વરૂપની અને રચનાની દૃષ્ટિએ કેટલેક અંશે સુશ્લિષ્ટતા જોવા મળે છે. દયારામ . પોતે માણભટ્ટ કથાકાર નહોતા અથવા માણભટ્ટ કથાકાર પાસે
૨૬૨ * સાહિત્યદર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org