________________
ધવલ ભુજંગ છે. તથા બીજા રૂપક પ્રમાણે સ્તન તે સુરતસંગ્રામમાં યોદ્ધા છે અને ત્રીજા રૂપક પ્રમાણે સ્તન તે હિમગિરિનાં શિખરો છે અને વચ્ચેનો હાર તે નિર્ઝરિણીનો પ્રવાહ છે. આમ શૃંગારરસિક નિરૂપણમાં રૂપકોના યથોચિત વૈવિધ્ય દ્વારા કવિએ પોતાની અનેરી કવિત્વશક્તિ દાખવી છે.
આમ વિષયવસ્તુની પસંદગી, આંતરયમકવાલા દુહાની રચના, પદલાલિત્ય, શબ્દસમૃદ્ધિ, કલ્પનાવૈભવ, માર્મિક રસનિરૂપણ, યથોચિત અલંકારોની વિપુલતા, સુશ્લિષ્ટ પદબંધ, ઉત્તમ રચનાકૌશલ, શૈલીની પ્રૌઢિ ઈત્યાદિ ગુણલક્ષણો વડે ઓપતી ફાગુકૃતિ ‘વસંતવિલાસ' આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું એક અનેરું આભૂષણ છે.
અજ્ઞાત કવિકૃત ‘વસંતવિલાસ' - ૨૬૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org