________________
ગૌરવવાળી બની છે, જે સમગ્ર કાવ્યને સુંદર ઓપ આપે છે.
‘વસંતવિલાસ’ સુગેય કૃતિ છે. પ્રાચીન સમયથી વર્તમાન સમય સુધી ફાગુ કાવ્યપ્રકાર લોકોમાં ગવાતો આવ્યો છે. એક જ બેઠકે ઘણી કડીઓ ગાવામાં આવે અને છતાં એકવિધતા ન આવે અને રસ જળવાઈ રહે એવા છંદોમાંનો એક માત્રામેળ છંદ તે દુહો છે. ચોવીસ માત્રાના છંદોમાં દુહા અથવા દોહરાની (અથવા દુહા અને રોળાની મિશ્ર) પંક્તિઓ ઊંચા અથવા મધ્યમ સ્તરે ગાઈ શકાય એવી, લય કે રાગમાં લંબાવી કે ટૂંકાવી શકાય એવી તથા એ જ પંક્તિઓ જુદા જુદા રાગમાં કે ઢાળમાં ગાઈ શકાય એવી હોય છે. આ રીતે ‘વસંતવિલાસ' દોહરામાં લખાયેલું કાવ્ય છે. એમાં થયેલી આંતરયમકની રચનાને કારણે તે કાળે તેવા દુહા તે ‘ક્ષગુ’ એવો ખ્યાલ બંધાઈ ગયો અને પછી ‘ફાગુની’ દેશી એટલે ‘આંતરયમકવાળા દુઃ' એવો અર્થ રૂઢ થઈ ગયો હતો. ‘વસંતવિલાસ’ને લોકપ્રિય બનાવવામાં આ દુહાઓનો ફાળો પણ મહત્ત્વનો છે.
‘વસંતવિલાસ’માં જેમ કાવ્યના બાહ્ય દેહ પરત્વે તેમ આંતરદેહ પરત્વે પણ એની ગુણસમૃદ્ધિ જોવા મળે છે. ‘વસંતવિલાસ' કવિની નૈસર્ગિક પરિપક્વ પ્રતિભાનું સુફળ છે. એની પંક્તિઓ ઊંડી અનુભૂતિમાંથી રસ વડે ઘૂંટાઈને તથા કલ્પના અને અલંકારો વડે મંડિત થઈને પ્રગટ થયેલી છે. કવિની રસિકતા રસનિરૂપણમાં પણ દેખાય છે. વિપ્રલંભ અને સંયોગ એમ બંને પ્રકારના શૃંગા૨૨સનું નિરૂપણ કરવાની કવિને સારી હથોટી છે. સંયોગ શૃંગારમાં તેઓ રસિક બને છે, પણ પોતાની મર્યાદા જાળવે છે કે જેથી અશ્લીલતામાં ફાગુકાવ્ય સરી ન પડે. કવિ પાસે કલ્પનાવૈભવ છે અને રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, પ્રતીપ જેવા અલંકારો પંક્તિઓમાં સહજ રીતે વણાઈને આવે છે. કવિની કલ્પનાઓમાં જેમ કેટલુંક પરંપરાગત છે, તેમ કેટલુંક મૌલિક અને તાઝગીસભર છે. નાયિકાનાં કાન, નાક, લોચન, ભ્રમર, અધર વગેરેના વર્ણન માટે કવિએ એક એક કડી પ્રયોજી છે, પરંતુ સ્તન માટે ત્રણ કડી પ્રયોજીને, દરેકમાં જુદું જુદું ઉપમાન આપીને પોતાની કવિત્વ શક્તિ દાખવી છે.
અમિય ક્લેશ કુચ તાપણિ પાંપણિ તણીય અનેંગ; બીહું તઉ રાષણહાર રે, હાર ક ધવલ ભુજંગ. નર્માણ ન કરઇ પયોધર, યોધ રે સુરત સંગ્રામ; કંચુક તીજઇ સનાહુ રે, નાહુ મહાભડુ પામી.. ઉન્નત કુચ કિરિ હિમગિરિ શિખરિ તે મધ બઇઠ; હાર નીઝરણ પ્રવાહ રે, નાહ મઇં ઝીલનું દીઠ.
અહીં એક રૂપક પ્રમાણે સ્તન તે અમૃતકલશ અને હાર તે તેનું રક્ષણ કરનાર
૨૬૦ “ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org