________________
કરાવનાર વાયસને કહે છે કે “તને સરસ ભાવતું ખાવાનું હું આપીશ અને તારી ચાંચ સોનાથી અને પાંખો રૂપાથી મઢાવી આપીશ.”
દેસુ કપૂર ચી વારિ રે વાસિ વળી સર એઉ;
સોવન ચાંચ નિરૂપમ, રૂપમ પાંખડી બેઉ. વિપ્રલંભ શૃંગાર રસના નિરૂપણ પછી હવે સંયોગ શૃંગારરસ નિરૂપાય છે. કવિ નાયિકાનાં અંગોગો અને આભૂષણોને-આંખ, નાક, કાન, ગાલ, ભાલ, દાંત, ઉદર, ત્રિવલિ, રોમાવલિ, સ્તન, કટિ, જાંઘ વગેરે અંગોને માટે તથા વેણી, કુંડલ, કંકણ, હાર ઇત્યાદિ આભૂષણોને માટે ઉભેક્ષાદિ અલંકારો સહિત મનોહર કલ્પના કરે છે. પ્રિયમિલનનો આનંદ માણતી, પ્રિયતમ સાથે રાસ રમતી નાયિકાની પ્રિયતમ માટે ઉપાલંભરૂપ માર્મિક અન્યોક્તિ પણ અહીં રજૂ થઈ છે. કામિનીઓ પોતાના પ્રિયતમને આ રીતે રીઝવે છે. આવા સુમધુર કથન સાથે કવિ કાવ્યનું સમાપન કરતાં કહે છે કે “વસંતવિલાસ' ગાનાર ધન્યતા અનુભવે છે.
ધન ધનુ તે ગુણવંત, વસંતવિલાસ જિ ગાઈ. ‘વસંતવિલાસ' અનેક કાવ્યરસિકોના ચિત્તનું આકર્ષણ કરતું રહ્યું છે તે તેની બાહ્યાંતર સમૃદ્ધિને કારણે. ભાષાની દૃષ્ટિએ જોઈએ તો એમાં એક પ્રકારનું માધુર્ય અનુભવાય છે. એમાં રહેલા આંતરયમકની સંકલના પહેલી કડીથી જ ભાવકનું ધ્યાન આકર્ષિત કરી લે છે. હૃદયનો સ્વાભાવિક ઉદ્ગાર ન હોય તો કવિની પ્રાસયોજના કત્રિમ બની જવાનો સંભવ રહે છે. ‘વસંતવિલાસ'માં આંતરયમક અને અંત્યાનુપ્રાસ નૈસર્ગિક શોભા ધરાવે છે. વર્સોને છૂટા પાડી ગ્લેષયુક્ત આંતરયામકની રચના કરવાની કવિને સરસ ફાવટ જણાય છે. એ માટે કવિ પાસે શબ્દજ્ઞાન હોવું જરૂરી છે અને તેના વિનિયોગની સૂઝ પણ જરૂરી છે. કવિ પાસે એ બંને સારા પ્રમાણમાં છે. કવિએ પોતાની કૃતિમાં જે સંસ્કૃત સુભાષિતો વણી લીધાં છે તેના આધારે તથા વસંતવિલાસની પદાવલિના આધારે આપણે નિશ્ચિતપણે કહી શકીએ કે વસંતવિલાસ'કાર સંસ્કૃત ભાષા, વ્યાકરણ, તથા કાવ્યાલંકારમાં નિપુણ હોવા જોઈએ. ‘વસંતવિલાસ પ્રાચીન ગુજરાતી (અથવા તે સમયનો શબ્દ પ્રયોજીએ તો પ્રાકૃત) ભાષાની કૃતિ છે, છતાં ભામિનીજનમનક્ષોભન', નિધુવનકેલિકલામીય' જેવી સમાસયુક્ત પ્રૌઢ પદાવલી કાવ્યમાં અંગભૂત બનીને આવે છે અને એને ગૌરવ અપાવે છે.
કવિ પાસે શબ્દસમૃદ્ધિ છે એટલે જ પદબંધમાં સારી રીતે બેસતો આવે એવો શબ્દ તરત એમને ફુરી આવે છે. એથી શબ્દૌચિત્ય સચવાય છે અને ભાષાની ગરિમા વધે છે. આ રીતે ‘વસંતવિલાસની ભાષા લાઘવયુક્ત, સુશ્લિષ્ટ અને
અજ્ઞાત કવિકૃત ‘વસંતવિલાસ'
૨૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org