________________
વસંતઋતુનું લાક્ષણિક વર્ણન પાંચ કડીમાં કરીને પછી સત્તર જેટલી કડીમાં કવિ વાસનિક ક્રીડાઓનું રસિક આલેખન કરે છે. મદનરાજની આણ કેવી પ્રવર્તે છે તે તેઓ બતાવે છે. વસંત ખેલનારાઓ વિશે તેઓ લખે છે :
ખેલન વાવિ સુખાલીય, જાલીય ગુણ વિશ્રામ; મૃગમદ પૂરિ કપૂરિહિ, પૂરીયા જલ અભિરામ. રંગભૂમિ સરકારીય, ભારીય કુકમ ઘોલ;
સોવન સાંકલ સાંધીય, બાંધીય ચંપક દોલ. કવિનું આ શબ્દચિત્ર હૃદયંગમ છે. પરંતુ કસ્તુરી અને કપૂરમિશ્રિત જલવાળી વાવ, ગોખલા, સોનાની સાંકળે બાંધેલા ચંપાના ફૂલવાળા હિંડોળા -- આ બધું જાણે કોઈ રાજકુટુંબની કે વૈભવી કુટુંબોની વસંતક્રીડા જેવું લાગે છે; જનસામાન્યની એ વસંતક્રીડા છે એવું નહિ લાગે.
કદલીગૃહ, તલિયા તોરણ, વંદરવાલ, ચંદન ભરેલાં કચોળાં,દક્ષિણ દિશાનો સમીર ઈત્યાદિ ઉદ્દીપન વિભાવની સામગ્રીનો નિર્દેશ કરી કવિ વનનગરનું રૂપક વર્ણવે છે કે જેમાં તરુવરો તે ઊંચા પ્રાસાદો છે, કિસલય તે પ્રાસાદો પર ઊડતી પતાકાઓ છે, ભ્રમરો તે પ્રજાજનો છે. આ નગર પર રાજ્ય કરે છે અનંગ રાજા. વસંતઋતુ તે એનો પ્રધાન છે. અનંગ હૃદયને વીંધવાનું કામ કિસલયરૂપી કૃપાણ વડે કરે છે. તે પોતાના કુસુમરૂપી ધનુષ્ય વડે બાણ ફેંકે છે. ભ્રમરની હાર તે ધનુષ્યની પ્રત્યંચા છે. ભ્રમરો રતિપતિના સુભટ બનીને મોખરે ચાલીને શંખ ફૂકી રહ્યા છે. સોન ચંપાની કળી, પાટલનાં પુષ્પો, સહકારની મંજરી, કિશુકની કલી, અશોક, કેતકી વગેરે માટે કવિ વિવિધ રૂપકોની રચના કરીને કામદેવ બધા લોકોને કેવી રીતે વશ કરે છે તે બતાવે છે. આવાં ઉદ્દીપક વાતાવરણમાં વિરહિણીઓને પોતાનાં દેહશણગાર કેવી વધારે તીવ્ર વેદના કરે છે તે કવિ દર્શાવે છે.
ઉવરિ હારુ તે ભાર, મૂ સયરિ સિંગારુ અંગાર;
ચીત હરઈ નવિ ચંદન, ચંદુ નહી મનોહારુ. વિરહિણી નાયિકા પોતાની વેદના સખી આગળ વ્યક્ત કરતાં કહે છે :
કહિ સખિ મુઝ પ્રિય વાતડી, રાતડી કિમઈ ન જાઈ;
દેહિલઉ મકર નિકેતન ચેતુ નહિ મુજ થાઈ. વિરહની આવી વેદનામાંથી પસાર થતી નાયિકાને પ્રિય મિલનની આગાહીરૂપ શુભ શુકન થતાં કેટલો ઉલ્લાસ થાય છે ! તે હર્ષઘેલી બની રહે છે :
સખિ મુઝ કુરકઈ જાંઘડી, જાં ઘડી બિહું લગઈ આજુ;
દુઃખ સવે હિવ વામિસ, પામિસ પ્રિય તણું રાજુ. બારણે કાગડાનું બોલવું શુભ શુકનરૂપ મનાય છે. નાયિકા એવા શુભ શુકન
૨૫૮ ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org