________________
શ્લોક સંખ્યા ૫૦થી વધુ છે. કોઈકમાં ૬૬ છે અને કોઈક હસ્તપ્રતમાં ૧૭૪ જેટલી છે. એટલે કર્તાએ પોતે કેટલા શ્લોક કૃતિમાં વણી લીધા હશે અને લહિયાઓએ કેટલા ઉમેર્યા હશે એ કહેવું મુશ્કેલ છે. જ્યાં સુધી શ્લોકો કાવ્યના આસ્વાદમાં બાધક બનતા નથી ત્યાં સુધી એની સંખ્યા ઓછી હોય કે વધુ હોય અને કર્તાએ પોતે પસંદ કર્યા હોય કે લહિયાઓએ, તે પ્રશ્ન ગૌણ રહે છે.
‘વસંતવિલાસ' અબીલ ગુલાલ ઉડાડતું ઉમંગ અને ઉલ્લાસનું કાવ્ય છે. યુવાનોની મધુર મહેફિલનું એ કાવ્ય છે. કવિ કાવ્યને મધુર પર્યવસાયી બનાવવા ઇચ્છે છે એટલે વિરહિણીઓના સંતાપનું આલેખન તે પૂર્વે કાવ્યમાં કરી લેવાયું છે. કાવ્ય સળંગ ક્રમાનુસાર આસ્વાદી શકાય એવું છે, છતાં એની કડીઓ બધે જ સુદઢ અંકોડા જેવી પરસ્પર નથી, એટલે કે વચ્ચે કોઈક કડી છૂટી જાય તો પછીથી કડી અધૂરી લાગે અથવા રસભંગ થાય કે રચનાશૈથિલ્ય અનુભવાય એવું નથી. દુહાની પ્રત્યેક કડી સ્વયંપર્યાપ્ત છે અને સ્વતંત્ર રીતે આસ્વાદી શકાય એવી છે.
કાવ્યના આરંભમાં સરસ્વતી દેવીને નમસ્કાર કરીને કવિ તરત જ વિષયપ્રવેશ કરાવી દે છે. શિવરાત્રિ પછી વસંતઋતુનું આગમન થતાં કવિ એનો લાક્ષણિક પરિચય કરાવે છે. સૌ પ્રથમ ખુલ્લા આકાશ નીચેની દિશાઓથી કવિ શરૂઆત કરે છે. કવિ એક જ પંક્તિમાં બે વખત દિસિ’ શબ્દ પ્રયોજે છે. દશે દિશાઓમાં પરિમલ પ્રસરવા લાગે છે અને નિરભ્ર આકાશમાં દિશાઓ નિર્મલ દેખાવા લાગે
છે.
પહુતિય વિરતિ સમરતિ, હિવ રિત, તણાઈ વસંત;
દહ દિસિ પસર) પરિમલ, નિરમલ આ દિસિ અંત. વસંતઋતુમાં મલયસમીરની ચિત્ત ઉપર એવી પ્રબળ અસર થાય છે કે એકલા નીકળેલા પ્રવાસીઓ વિરહવ્યાકુળ થવા લાગે છે. તે સમીર-પરિમલ માનિનીના માનને મુકાવે એવો અને કાચા મુનિજનોનાં મનને પણ ભેદી નાખે એવો છે. કામદેવ પરિપંથીની જેમ એટલે કે ધાડપાડુ કે બળવાન શત્રુની જેમ એવો પાછળ પડે છે કે એના પંજામાંથી છૂટવું દુષ્કર થઈ જાય છે. કામોદ્દીપક વસંત ઋતુનો માદક પ્રભાવ કવિ આ રીતે સૂચિત કરી દે છે.
પદમિની પરિમલ બહકઈ, લહકઈ મલયસમીર; માયણ જિહાં પરિપંથીય, પંથીય ધાઈ અધીર.
મુનિ જનનાં મન ભેદએ, છેદએ માનિની માન; કામીય મનહ આણંદએ, કદએ પથિક પરાણ.
અજ્ઞાત કવિકૃત ‘વસંતવિલાસ' ઉ ૨૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org