________________
તે આગંતુકરૂપે જોઈ શકાય છે. જ્યાં આવા શ્લોકો કાવ્યના અંગભૂત રૂપે હોય ત્યાં પણ એ શ્લોકો છોડી દઈને ગુજરાતી કડીઓ વાંચવામાં આવે તો કાવ્ય સળંગ વેંચાય છે. એનો અર્થ એ થયો કે એ શ્લોકો કાવ્યાસ્વાદમાં ઉપકારક છે, પણ અનિવાર્ય નથી. એ શ્લોકો જ્યાં કાવ્યના અંગભૂત હોય ત્યાં કવિએ પોતે જ એની રચના કરી છે એવું જોઈ શકાય છે. કેટલીક કૃતિમાં તો કવિએ પોતે પોતાના નામનો નિર્દેશ શ્લોકમાં કરેલો છે. કેટલીક કૃતિઓમાં જ્યાં શ્લોક આગંતુક હોય, અન્ય સ્થળેથી એ લેવાયો હોય ત્યાં તેવા શ્લોકો પણ કાવ્યાસ્વાદમાં ઉપકારક બને છે, પણ અનિવાર્ય નથી હોતા. ભિન્નભિન્ન એવી કૃતિઓમાં કોઈકમાં જેટલી કડી તેટલા શ્લોક છે, કોઈકમાં કડીઓની સંખ્યા કરતાં શ્લોકની સંખ્યા ઓછી હોય છે, તો કોઈકમાં અધિક પણ હોય છે.
મધ્યકાળમાં જ્યારે ગ્રંથો સુલભ નહોતા ત્યારે લહિયાઓ પણ પોતાની હસ્તપ્રતને મૂલ્યવાન બનાવવા માટે પોતાના તરફથી પણ આવા શ્લોકો ઉમેરતા, કે જેથી વાચકને એક જ સ્થળેથી સમાન વિચાર, ભાવ, કલ્પના, સંવેદના, અલંકા૨વાળા શ્લોકો વાંચવા માટે, માણવા માટે કે સરખામણી કરવા માટે મળી રહે.
વસંતવિલાસ'ની જે હસ્તપ્રતો મળે છે તેમાં આવા શ્લોકો મળે છે. એવી જ રીતે બીજાં ઉત્તરકાલીન ફાગુકાવ્યો જેવાં કે ધર્મસુંદરરચિત ‘નેમીશ્વર બાલલીલા ાગ', રત્નમંડનગણિકૃત ‘નારીનિરાસ ફાગુ’, સોમસુંદરસૂરિકૃત ‘રંગસાગરનામા શ્રી પાર્શ્વતીર્થંકર ફાગુ', ભટ્ટારક જ્ઞાનભૂષણકૃત આદીશ્વર ફાગ વગેરેમાં પણ આવા શ્લોકો જોવા મળે છે. આ બધી કૃતિઓમાં કવિએ સ્વરચિત સંસ્કૃત શ્લોકો મૂક્યા છે. પરંતુ ‘વસંતવિલાસ'માં ઉદ્ધૃત કરેલા સુભાષિત જેવા શ્લોકો છે.
‘વસંતવિલાસ'માં ‘નૈષધીય ચિરત’, ‘કુમારસંભવ’, ‘અભિજ્ઞાન શાકુંતલ', ‘અમરુશતક’, ‘શિશુપાલવધ', ‘કર્પૂરમંજરી', ‘તિરહસ્ય’, ‘શૃંગારશતક’, પ્રબોધ ચંદ્રોદય’, ‘સુભાષિત ત્રિશતી', ‘સુભાષિત રત્નભાંડાગાર' વગેરે ભિન્નભિન્ન કૃતિઓમાંથી શ્લોકો લેવામાં આવ્યા છે. એમાંના કેટલાક શ્લોકનું સામ્ય ગુજરાતી કડીના ભાવ કે વિચાર સાથે છે, તો કેટલાક શ્લોકોને આગળ પાછળની કડીઓ સાથે કંઈ જ સંબંધ જણાતો નથી.
શું આ બધા શ્લોકોની પસંદગી કવિએ પોતે કરી હશે કે પાછળથી લહિયાઓએ તે ઉમેર્યા હશે ? ‘વસંતવિલાસ' ફાગુકાવ્યની ગુજરાતી કડીઓ ૮૪ છે અને ઉદ્ધૃત કરેલા શ્લોકની સંખ્યા જુદી જુદી હસ્તપ્રતોમાં જુદી જુદી છે. કોઈકમાં
૨૫૬ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org