________________
રચિત એવા શબ્દો પ્રયોજાય છે. (૨) કનૈયાલાલ મુનશીએ અંતિમ સંસ્કૃત શ્લોકમાં આવતા “નતર્ષિ' શબ્દનો આધાર લીધો છે, પરંતુ કાવ્યમાં સંસ્કૃત શ્લોકો તો બીજેથી ઉદ્ધત કરેલા છે. કવિના પોતાના રચેલા નથી. એટલે સંસ્કૃત શ્લોક ઉપર આધાર રાખી શકાય નહિ. ‘નતર્ષિ ત્યાં વ્યક્તિનું નામ નથી. ઋષિઓ જેને નમે છે એવો સાદો અર્થ જ ત્યાં લેવાનો છે. (૩) કાન્તિલાલ વ્યાસે “ગુણવંત' નામનું માત્ર અનુમાન કર્યું છે, પરંતુ “ગુણવંત વ્યક્તિનું નામ નથી. (૪) મુનિ જિનવિજયજીએ મુંજવયણ' મુંજવચન) પરથી “મુંજ' કર્તાનું નામ હશે એવો વિચાર કર્યો છે, પરંતુ ત્યાં મુંજ વ્યક્તિનું નામ નથી.
આમ, ‘વસંતવિલાસ'ના કર્તાના નામ વિશે માત્ર અટકળો જ થઈ છે. એટલે જ્યાં સુધી અન્ય કોઈ સબળ પુરાવા ન મળે ત્યાં સુધી “ “વસંતવિલાસ' કાવ્ય કોઈક અજ્ઞાત કવિકૃત છે એમ જ માનવાનું રહે છે.
‘વસંતવિલાસ'ના કર્તા કોઈ જૈન કવિ હશે કે અજૈન કવિ એ વિશે પણ વિદ્વાનોમાં ભિન્નભિન્ન મત પ્રવર્તે છે. મોટા ભાગનાં ફાગુકાવ્યોની રચના જૈન કવિઓએ કરી છે, ‘વસંતવિલાસની હસ્તપ્રતો જૈન ભંડારોમાંથી મળી છે, તથા ‘વસંતવિલાસ'ની એક પ્રતિલિપિ તૈયાર કરનાર જૈન આચાર્ય રત્નાગર છે. એ પરથી આ ફાગુકાવ્યના કર્તા કોઈ જૈન કવિ હશે એવું અનુમાન થાય છે. પરંતુ અન્ય ફાગુકાવ્યો કરતાં ‘વસંતવિલાસ' વિષયનિરૂપણની દૃષ્ટિએ જુદું પડે છે. એમાં ત્યાગવૈરાગ્ય કે ધર્મોપદેશની કોઈ વાત આવતી નથી. એમાં જીવનનો આનંદપ્રમોદ માણવા માટેનો ઉલ્લાસ દેખાય છે. એમાં શૃંગારરસનું માર્મિક નિરૂપણ થયું છે. એ દષ્ટિએ જોતાં એના કર્તા જૈન કવિ ન પણ હોય એવી દલીલ કરવામાં આવે છે. જૈન કવિઓએ પણ શૃંગારરસિક કૃતિઓની રચના કરી છે. જેનોમાં પણ સાધુ કવિઓ અને ગૃહસ્થ કવિઓ એવા બે ભેદ પડે છે અને ગૃહસ્થ કવિ શૃંગારરસનું, ઐહિક જીવન ભોગવવાનું નિરૂપણ ન કરે એવું નથી. વળી, જેમ જૈન ધર્મનાં લક્ષણો, માન્યતાઓ, ઉપદેશ વગેરે કાવ્યમાં જોવા મળતાં નથી, તેમ હિંદુ ધાર્મિક માન્યતાઓ, દેવદેવીઓનાં નામ કે ધર્મનાં અન્ય લક્ષણો આ કાવ્યમાં જોવા મળતાં નથી. આમ ઉભય પક્ષે, સંકુચિત જ્ઞાતિવાદની દૃષ્ટિથી નહિ, પણ શાસ્ત્રીય સંશોધક દૃષ્ટિથી ચર્ચાવિચારણા થઈ છે. જ્યાં સુધી આધારભૂત સમર્થન ન મળે ત્યાં સુધી આ વિષયમાં પણ છેવટનો નિર્ણય આપી ન શકાય.
મધ્યકાલીન ફાગુકાવ્યોમાં કેટલાંકમાં એવી લાક્ષણિકતા જોવા મળે છે કે આરંભમાં, અંતે અને કોઈકમાં વચ્ચે વચ્ચે સંસ્કૃત-પ્રાકૃત શ્લોક મૂકવામાં આવ્યા હોય. કેટલાંકમાં એ શ્લોકો કાવ્યના અંગભૂત તરીકે જોવા મળે છે, તો કેટલાંકમાં
અજ્ઞાત કવિકૃત ‘વસંતવિલાસ' એ ૨૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org