________________
દૃષ્ટિએ વિચારતાં મુનિ જિનવિજયજી તથા માતાપ્રસાદ ગુપ્ત ‘વસંતવિલાસ'ની રચના વિ. સં. ૧૩00માં કે તેથી પણ પૂર્વે થઈ હોવાની સંભાવના રજૂ કરે છે. અલબત્ત, એ માટે કોઈ સબળ પુરાવો નથી.
આમ, જ્યાં સુધી અન્ય પ્રકારની કોઈ આધારભૂત માહિતી કોઈ ગ્રંથમાંથી ન સાંપડે ત્યાં સુધી ‘વસંતવિલાસનો રચનાકાળ વિ. સં. ૧૪૦૦ની આસપાસ એટલે કે પંદરમા શતકના પ્રારંભનો હશે એમ માનવામાં આવે છે.
‘વસંત વિલાસની રચના કોણે કરી હશે ? મધ્યકાલીન સાહિત્યમાં નાની મોટી ઘણી કૃતિઓમાં કર્તાના પોતાના નામનો નિર્દેશ કરવાની પરંપરા, વિશેષતઃ કવિતામાં જોવા મળે છે. બીજી બાજુ ઘણી એવી કવિતા પણ જોવા મળે છે કે જેમાં કવિએ પોતાના નામનો ઉલ્લેખ ન કર્યો હોય. ‘વસંતવિલાસમાં કવિએ પોતાના નામનો સ્પષ્ટ કોઈ નિર્દેશ કર્યો નથી. એટલે એ વિશે અટકળ કરવાની રહે છે. ‘વસંતવિલાસના કર્તુત્વ વિશે કેશવ હર્ષદ ધ્રુવ, એન. સી. મહેતા, સારાભાઈ નવાબ, કાન્તિલાલ વ્યાસ, કનૈયાલાલ મુનશી, કે. કા. શાસ્ત્રી, ભોગીલાલ સાંડેસરા, હરિવલ્લભ ભાયાણી, ઉમાશંકર જોશી, એચ. ડી. વેલનકર, નોર્મન બ્રાઉન, માતપ્રસાદ ગુપ્ત વગેરે ઘણા વિદ્વાનોએ પોતાનો અભિપ્રાય દર્શાવ્યો છે. કર્તાના નામ વિશે ચાર મુખ્ય અનુમાન થયાં છે, જેમાંથી એક પણ સર્વસ્વીકૃત થયું નથી. એ અભિપ્રાયો નીચે મુજબ છે : ૧. સારાભાઈ નવાબે એવો મત દર્શાવ્યો છે કે “વસંતવિલાસની હસ્તપ્રત
લખનાર આચાર્ય રત્નાગરે જ આ કૃતિની રચના કરી છે. ૨. કનૈયાલાલ મુનશીએ એવો મત દર્શાવ્યો છે કે કાવ્યમાં અંતે આવતા
શ્લોકમાં ‘નતર્ષિ શબ્દ છે. એ પરથી સમજાય છે કે ‘વસંત-વિલાસ'ના
કત બનતર્ષિ હોવા જોઈએ. ૩. કાન્તિલાલ વ્યાસે એવો અભિપ્રાય દર્શાવ્યો છે કે કાવ્યની અંતિમ પંક્તિમાં
ગુણવંત” શબ્દ આવે છે. એટલે કર્તાનું નામ “ગુણવંત કદાચ હોઈ શકે. ૪. મુનિ જિનવિજયજીએ એવો વિચાર દર્શાવ્યો છે કે કાવ્યમાં “મુંજવણ’
શબ્દ આવે છે. એ પરથી કાવ્યના કર્તાનું નામ શું હોઈ શકે.
આ ચારે મત વિશે વાદ-પ્રતિવાદ થયા છે. એમાંનો કોઈ પણ મત સર્વમાન્ય થયો નથી. (૧) સારાભાઈ નવાબે હસ્તપ્રત લખનાર આચાર્ય રત્નાગર કાવ્યના કર્તા હશે એવો મત દર્શાવ્યો છે, પણ ત્યાર પછી બીજી હસ્તપ્રતો જે મળી છે એમાં રત્નાગરનું નામ નથી. હસ્તપ્રતમાં પુષ્પિકામાં સામાન્ય રીતે લહિયાનું નામ લખાય છે. “લિખિત’ શબ્દનો અર્થ લખનાર લહિયો) થાય છે અને કર્તા માટે “કૃત અથવા
૨૫૪ કે સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org