________________
પ્રયોજન રહ્યું નથી. તે કોઈ સાંપ્રદાયિક ધર્મને વરેલું કાવ્ય નથી. એમાં કોઈ ધાર્મિક કે ધર્મેતર કથાનક કે વ્યક્તિ વિશેષ નથી. યુવક સમુદાય અને યુવતી સમુદાય એમાં નાયક-નાયિકા તરીકે સ્થાન પામ્યાં છે. એમાં વસંતઋતુનું આગમન, વિરહિણીઓની વ્યાકુળતા, પ્રિયતમનું મિલન થતાં અનુભવાતો ઉલ્લાસ અને અંતે સુખોપભોગ - એમ ક્રમિક નિરૂપણ થયું છે.
‘વસંતવિલાસની નિશ્ચિત રચનાતાલ આપણને જાણવા મળતી નથી. કવિએ પોતાની કૃતિમાં અંતે કે અન્ય સ્થળે રચનાતાલ વિશે કોઈ નિર્દેશ કર્યો નથી. એટલે એના રચનાકાળ વિશે પૂર્વ સમયમર્યાદા અને ઉત્તર કાળમર્યાદા વિશે વિચારણા કરીને અમુક સમયગાળાનું અનુમાન કરી શકાય છે.
‘વસંતવિલાસ'ના રચનાકાળ વિશે કેશવ હર્ષદ ધ્રુવ, કાન્તિલાલ બ. વ્યાસ, મુનિ જિનવિજયજી, શ્રી કેશવરામ શાસ્ત્રી, ભોગીલાલ સાંડેસરા, હરિવલ્લભ ભાયાણી, નોર્મન બ્રાઉન, માતાપ્રસાદ ગુપ્ત વગેરે વિદ્વાનોએ પોતપોતાના દૃષ્ટિબિન્દુથી વિચારણા કરી છે.
‘વસંતવિલાસમાં કોઈ ઐતિહાસિક સંદર્ભ આવતો નથી, અન્યથા ઐતિહાસિક સંદર્ભને આધારે એની પૂર્વમર્યાદા નક્કી થઈ શકે. ‘વસંતવિલાસ'ની ઉત્તરમર્યાદામાં બે મહત્ત્વની બાબતો છે. એક તે “વસંતવિલાસની જૂનામાં જૂની લખાયેલી હસ્તપ્રત તે વિ. સં. ૧૫૦૮ની છે. વળી રત્નમંડનગણિએ પોતાની કૃતિ ઉપદેશતરંગિણીમાં ‘વસંતવિલાસડપિ’ એ પ્રકારનો નિર્દેશ કર્યો છે અને રત્નમંડનગણિનો કવનકાળ વિ. સં. ૧૫૧૭ની આસપાસનો મનાય છે. એટલે એટલું નિશ્ચિત છે કે ‘વસંતવિલાસ'ની રચના વિક્રમના સોળમા શતક પૂર્વે થઈ હતી.
કાન્તિલાલ વ્યાસે વસંતવિલાસની ભાષાની સરખામણી કેટલીક મધ્યકાલીન કૃતિઓની ભાષા સાથે કરી છે. તેમણે “આરાધના' વિ. સં. ૧૩૩૦), તરુણપ્રભુસૂરિકૃત કથાનક વિ. સં. ૧૪૧૧), ગૌતમ રાસ' વિ. સં. ૧૪૧૨), મુગ્ધાવબોધ-ઑક્તિક' (વિ. સં. ૧૪૬ ૬), માણિક્યસુંદરસૂરિકૃત પૃથ્વીચંદ્ર ચરિત' (વિ.સં. ૧૪૭) તથા હેમહંસગણિકત નમસ્કાર બાલાવબોધ’ વિ. સં. ૧૫૦૦)ની ભાષા સાથે વ્યાકરણની દૃષ્ટિએ, લક્ષણો તથા સ્વરૂપની દૃષ્ટિએ સરખામણી કરી છે અને તેઓ એવા તારણ ઉપર આવ્યા છે કે ‘વસંતવિલાસની રચના વિ. સં. ૧૪૦૦ની આસપાસ થઈ હોવી જોઈએ.
બોલાતી ભાષા અને સાહિત્યની ભાષા વચ્ચે થોડું અંતર હોય છે તથા હસ્તપ્રતોમાં લહિયાઓ દ્વારા શાબ્દિક ફેરફારો થતા હોય છે. વળી લોકપ્રિય કૃતિની હસ્તપ્રતોમાં તત્કાલીન ભાષાપ્રયોગોનો પ્રભાવ પડવાની સંભાવના હોય છે. એ
અજ્ઞાત કવિકૃત ‘વસંતવિલાસ’
૨૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org