________________
અજ્ઞાત કવિકૃત વસંતવિલાસ
આપણા મધ્યકાલીન યુગમાં ફાગુસાહિત્યમાં કોઈક અજ્ઞાત કવિકૃત ‘વસંતવિલાસ' નામનું સુપ્રસિદ્ધ ફાગુકાવ્ય સર્વશ્રેષ્ઠ મનાયું છે. આંતરયમકવાળા દુહાની સળંગ ૮૪ કડીમાં લખાયેલું આ કાવ્ય પ્રકૃતિવર્ણન, રસનિરૂપણ, અલંકારવૈભવ તથા ભાષાલાલિત્યની દૃષ્ટિએ કાવ્યરસિકોને આકર્ષે એ પ્રકારની હૃદયંગમ સુશ્લિષ્ટ રચના છે. એથી જ એ અત્યંત લોકપ્રિય બન્યું છે. ફાગુકાવ્યોમાં સૌથી વધુ હસ્તપ્રતો જો કોઈ એક ફાગુકાવ્યની થઈ હોય તો તે વસંતવિલાસની જ છે અને આધુનિક સમયમાં સૌથી વધુ સંપાદનો અને અનુવાદો થયા હોય તો તે “વસંતવિલાસ'નાં જ છે. (કેશવ હર્ષદ ધ્રુવ, કાન્તિલાલ વ્યાસ, કે. કા. શાસ્ત્રી, મધુસૂદન મોદી, નોર્મન બ્રાઉન, માતપ્રસાદ ગુપ્ત ઈત્યાદિ વિદ્વાનોએ એનું સટીક સંપાદન કર્યું છે. એમાંના કેટલાકે તો એક કરતાં વધુ સંશોધિત-સંવર્ધિત સંપાદનો પ્રકાશિત કર્યા છે. મધ્યકાળમાં ‘વસંતવિલાસની સચિત્ર હસ્તપ્રતો પણ તૈયાર કરવામાં આવેલી છે કે જે દર્શાવે છે કે લહિયાઓએ કે લહિયા પાસે લખાવનારાએ પણ આ કૃતિમાં કેટલો બધો રસ લીધો છે)
આ ફાકાવ્યને કતએ પોતે જ “વસંતવિલાસ' એવું વર્ણસગાઈયુક્ત યથાર્થ નામ આપ્યું છે. પ્રથમ કડીમાં જ અડધા ચરણમાં સરસ્વતી દેવીને વંદન કરી કવિ કાવ્યનો નામોલ્લેખ કરી દે છે :
પહિલઉ સરસતિ અરચિસુ રચિસુ વસંતવિલાસુ, કાવ્યને અંતે પણ કવિ નામોલ્લેખ કરતાં કહે છે :
ધન ધન તે ગુણવંત, વસંતવિલાસુ જે ગાઈ. ‘વસંતવિલાસ' એવું ફાગુકાવ્ય છે કે જેની રચના પાછળ કોઈ કાવ્યતર
૨પર + સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org