________________
સંસ્કૃત ભાષામાં આવા પ્રકારની રચના ચૌદમાથી સોળમા શતકમાં જોવા મળતી નથી. સત્તરમા અને અઢારમા શતકમાં જ્યારે ફાગુનો કાવ્યપ્રકાર એની સિદ્ધિની ટોચે પહોંચ્યો હતો ત્યારે આવી રચના થઈ છે. એ દર્શાવે છે કે હીરવિજયસૂરિ, સકલચંદ્રગણિ કે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જેવા સમર્થ સાધુ મહાત્માઓ અને સમર્થ પંડિત સાધુકવિઓ આવી ફાગુકૃતિની રચના કરવા પ્રેરાયા હતા.
આ ઘટના એક બાજુ જેમ ફાગુના કાવ્યપ્રકારનો પ્રભાવ કેટલો બધો હતો તે બતાવે છે તેમ બીજી બાજુ આ કાવ્યપ્રકારની વિભાવના કેટલી શિથિલ બનતી જતી હતી તે બતાવે છે. આંતરયમકવાળી રચના એટલે “ફાગુબંધ' અથવા ફાગુકાવ્ય એવો ખ્યાલ ત્યારે પ્રવર્તતો હતો.
જૈન સાધુપરંપરામાં શાસ્ત્રાભ્યાસ માટે સંસ્કૃત ભાષાના અધ્યયનની અનિવાર્યતા સ્વીકારાયેલી રહી છે. એટલે સમર્થ જૈન સાધુકવિઓ માટે આવી કૃતિની રચના કરવી એ સહજ વાત છે. આ કૃતિઓના અવલોકન પરથી સમજી શકાય છે કે એના કર્તાઓના હૃદયમાં શૃંગારરસિક કવિતાની રચના કરવાનો ભાવ નહોતો, પણ તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરવાનો હતો. એટલે જ એમના હાથે લખાયેલી, કાવ્ય તરીકે ઉત્તમ કહી શકાય એવી કૃતિઓ આપણને સાંપડી છે.
આમ, ફાગુના કાવ્યસ્વરૂપે આપણા મધ્યકાલીન ગૂર્જર સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. લગભગ પાંચ સૈકા સુધી કવિઓ ફાગુકાવ્યની રચના કરવા તરફ આકર્ષાયા એ જ એ કાવ્યસ્વરૂપની શક્તિ, ક્ષમતા અને ગુણવત્તાની પ્રતીતિ કરાવવા માટે પર્યાપ્ત છે.
ગુકાવ્યની વિકાસરેખા - ૨૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org