________________
ડૉ. શાહ જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી હોવાની સાથે સમર્થ સંશોધક અને સમીક્ષક પણ છે. વિજયશેખર કૃત નલદવદંતી પ્રબંધ', “જંબુસ્વામી રાસ', સમયસુંદરકત “મૃગાવતીચરિત્ર ચોપાઈ', થાવસ્યાસુતરિષિ ચોપાઈ'. ઉદ્યોતનસૂરિકૃત ‘કુવલયમાળા' વગેરે કૃતિઓનાં એમણે કરેલાં સંશોધન-સંપાદન તથા તે વિશે તેમણે લખેલી પ્રસ્તાવનાઓ, અભ્યાસપૂર્ણ લેખો રમણલાલની સંશોધકસંપાદક અને સમીક્ષક તરીકેની શક્તિઓ ઉદ્દઘાટિત કરી રહે છે. કૃતિ જૈનકવિની હોય કે જૈનેતર કવિની, તેની સમીક્ષા કરતી વખતે, મૂલ્યાંકન કરતી વખતે રમણલાલમાં રહેલો વિવેચક સદા જાગ્રત હોય છે. તેને કારણે સામાન્ય કવિની કોઈ ઉત્તમ કૃતિ હોય કે દયારામ જેવા ઉત્તમ કવિની સામાન્ય સ્તરની આખ્યાનકૃતિઓ હોય, તેઓ યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમુચિત સમીક્ષા કરે છે અને કોઈ પણ કવિ કે કૃતિને અન્યાય ન થાય તેનું પૂરતું ધ્યાન રાખે છે. ભાલણના કહેવાતા બીજા નળાખ્યાન' વિશેનો લેખ પણ તેમની સંશોધકશક્તિનો નિદર્શક છે.
ડૉ. ૨. ચી. શાહ જૈનસાહિત્યના, મધ્યકાલીન સાહિત્યના ઊંડા અભ્યાસી હોવાની સાથે ગુજરાતી ભાષાસાહિત્યના અચ્છા અધ્યાપક પણ હતા. તેમનું કેટલુંક વિવેચન સંપાદન અધ્યાપકીય અભિગમથી – દૃષ્ટિકોણથી થયું છે. ટૂંકી વાર્તા, કરુણપ્રશસ્તિ જેવાં સ્વરૂપો પરના લેખો હોય કે અલંકાર, કાવ્યપ્રયોજન, ધ્વનિવિરોધ જેવા ભારતીય કાવ્યશાસ્ત્રના કેટલાક મુદ્દાઓ હોય કે “સાહિત્ય-સંસ્કારસેતુ', લેખકનો શબ્દ' અને ‘ભાષા સાહિત્યનું અધ્યયન-અધ્યાપન' જેવા લેખો હોય, રમણલાલમાં રહેલો ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપક પ્રતિબિંબિત થતો જોઈ શકાય છે. અનંતરાય રાવળ, હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી, ભોગીલાલ સાંડેસરા જેવા ઉત્તમ અધ્યાપક-વિવેચકોની પરંપરામાં ડૉ. ૨. ચી. શાહનું નામ પણ નિઃસંકોચપણે મૂકી શકાય એ બરનું એમનું પ્રદાન છે.
- રમણલાલ સાચા અને સમર્થ અધ્યાપક હોવાથી અનિવાર્યપણે જ એમને અર્વાચીન ગુજરાતી સાહિત્ય પણ ભણાવવાનું થયું હોય. એ નિમિત્તે ભલે અલ્પ પ્રમાણમાં પણ તેમણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય વિશે પણ લખ્યું છે જ. સરસ્વતીચંદ્ર', “અર્વાચીન કવિતા', “આપ્રપાલી', “હમીરજી ગોહેલ', એભલવાળો ‘આપણાં સામયિકો વગેરે લેખો તથા “૧૯૬ રનું ગ્રંથસ્થ વામય' પુસ્તક તથા સાંપ્રત સહચિંતન'માં ગ્રંથસ્થ થયેલા અર્વાચીન સાહિત્યકારો ભોગીલાલ સાંડેસરા, હીરાબહેન પાઠક, હરીન્દ્ર દવે, ઉમાશંકર જોશી – વિશેના લેખો અર્વાચીન ગુજરાતી સાહિત્ય સાથે પણ તેમનો જીવંત સંપર્ક હતો એ હકીકત પ્રગટ કરે છે.
રમણલાલે “યામરંગ સમીપેનાં એકાંકીઓ અને ‘બેરરથી બ્રિગેડિયર' કે
२७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org