________________
‘વંદનીય હૃદયસ્પર્શનાં કેટલાંક ચરિત્રો નિમિત્તે પોતાની સર્જનાત્મક શક્તિનો પરિચય કરાવ્યો હોવા છતાં તેઓ મુખ્યત્વે સંશોધક અને સમીક્ષક હતા, વિવેચક હતા. તેથી તેમની ભાષાશૈલી અભ્યાસી સંશોધકની શિસ્તને અનુસરતી સીધી, સરળ, પ્રવાહી અને પ્રાસાદિક છે. તેમાં અલંકારોની અનાવશ્યક આતિશબાજી નથી, ભાષાનો ભભકો નથી કે ક્લિષ્ટતા, દુરાધ્યતા પણ નથી. તેમણે ભાષાસાહિત્યના અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી લખ્યું હોવા છતાં તેમની ભાષામાં એવી સરળતા, સહજતા, પ્રવાહિતા છે કે સામાન્ય વ્યક્તિ પણ તેમના લેખો અનાયાસે વાંચી શકે, સમજી શકે.
રમણલાલ બહુશ્રુત વિદ્વાન હતા. ભારતીય તથા પાશ્ચાત્ય સાહિત્યનું તેમણે ઊંડું પરિશીલન કર્યું હતું. તેમના અભ્યાસલેખોમાં તેમના વિશાળ વાચનમાંથી સંખ્યાબંધ સંદર્ભો અવતરણો રૂપે આવે છે પણ અનિવાર્ય હોય ત્યાં જ, પાંડિત્યનું પ્રદર્શન કરવા નહિ. આ અવતરણો તેમના લેખમાં એવા સહજ રીતે ગૂંથાઈ જાય છે કે ક્યાંય ખટકતા નથી, આસ્વાદમાં અવરોધક બનતા નથી.
ડૉ. ૨. ચી. શાહનું આ સાહિત્ય દર્શન’ ગુજરાતી સાહિત્યક્ષેત્રે તેમણે કરેલા બહુમૂલ્ય પ્રદાનનો અહેસાસ કરાવે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અને સવિશેષ તો જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી તરીકે તેઓ ચિરસ્મરણીય રહેશે. ૧૨, રીડર્સ રો-હાઉસીસ,
પ્રસાદ બ્રહ્મભટ્ટ ગુજરાત યુનિ. કેમ્પસ, અમદાવાદ ૩૮૦ ૦૦૯
२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org