________________
અને જૈનેતર પરંપરાની સંખ્યાબંધ કૃતિઓમાંથી પસાર થવું પડ્યું હશે. પરંતુ તેમને તે સમયે વિજયશેખરકત નિલદવદંતી પ્રબંધ' વિશે કશી માહિતી મળી શકી ન હતી. વર્ષો પછી એ હસ્તપ્રત હાથમાં આવતાં તેમણે તેનું સંશોધન-સંપાદન કરી પ્રગટ કરી. તેની પ્રસ્તાવનામાં તેમણે જૈન પરંપરાની નલકથાનો ખ્યાલ આપી વિજયશેખરની રચનાની સમીક્ષા કરી છે. એમ કરી તેઓ જૈન પરંપરાની એક મહત્ત્વની નલકથાને પ્રકાશમાં આણવામાં નિમિત્ત બન્યા છે.
રમણલાલ શાહના સાહિત્યવિવેચનનો વિચાર કરીએ તો ઉપર્યુક્ત પુસ્તકો ઉપરાંત તેમના શોધપ્રબંધ ‘નળ-દમયંતીની કથાનો વિકાસ', “૧૯૬ રનું ગ્રંથસ્થ વાડુમય' અને મનસુખલાલ ઝવેરી સાથે તેમણે કરાવેલ “ગુજરાતી સાહિત્યનું રેખાદર્શનને ધ્યાનમાં લેવું પડે. પ્રબુદ્ધ જીવનનું તંત્રીપદ તેમણે ઘણાં વર્ષો સુધી સંભાળ્યું. એના તંત્રીલેખો નિમિત્તે તેમણે જે નિબંધો-લેખો લખ્યા તે મુખ્યત્વે ‘અભિચિંતના’ અને ‘સાંપ્રત સહચિંતનના દસેક ભાગમાં ગ્રંથસ્થ થયા છે. એમાં પણ સાહિત્ય અને કલા સાથે સંકળાયેલા વિષયો પરના અનેક લેખો સાંપડે છે. તેમાં તથા ‘વંદનીય હૃદયસ્પર્શના બે ભાગમાં તેમણે ગુજરાતીના કેટલાક સાહિત્યકારો વિશે લખ્યું છે.
આ સંપાદનની પૃષ્ઠમર્યાદાને ધ્યાનમાં રાખી ડો. ૨. ચી. શાહના સાહિત્યવિવેચન અને સંશોધન-સંપાદનનાં પુસ્તકોમાંથી પ્રતિનિધિ લેખો અહીં સમાવ્યા છે. તેમણે આપેલ એકમાત્ર એકાંકીસંગ્રહ “શ્યામરંગ સમીપે' (૧૯૬૬)માં નવ એકાંકીઓ છે જે પૈકી એક એકાંકી અહીં લીધું છે. સંશોધક સંપાદક, સમીક્ષક, ચરિત્રલેખક, પ્રવાસલેખક, ધર્મતત્ત્વજ્ઞાનના અભ્યાસી રમણલાલમાં એક સર્જક પણ છુપાયેલો હતો એનો અહેસાસ આ એકાંકીસંગ્રહ કરાવી રહે છે.
રમણલાલ શાહના સમગ્ર વિવેચનસાહિત્યમાંથી પસાર થતાં વિવેચક તરીકે તેમની કેટલીક લાક્ષણિકતાઓ ધ્યાનમાં આવે છે. સૌથી પહેલાં એવો ખ્યાલ આવે છે કે તેઓ મુખ્યત્વે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસી છે. તેમણે મોટે ભાગે મધ્યકાલીન સાહિત્ય વિશે લખ્યું છે. મધ્યકાળમાં પણ રમણલાલની રુચિ જૈન સાહિત્યમાં વિશેષ જણાય છે. જૈનેતર કવિઓ પૈકી પ્રેમાનંદ, દયારામ, ભાલણ વગેરે વિશે તેમણે લખ્યું છે જરૂર પણ જૈન કવિઓ અને કૃતિઓ પર તેમનો વધુ ઝોક છે એ દેખાય છે. જૈન ધર્મ તથા તત્ત્વદર્શનના ઊંડા અભ્યાસી ૨. ચી. શાહ જૈન સાહિત્યના પણ અચ્છા અભ્યાસી છે એ જોઈ શકાય છે. યશોવિજયજી, સમયસુંદર, વિજયશેખર વગેરે જૈન કવિઓ અને ત્રિભુવનદીપક પ્રબંધ’, ‘જંબૂસ્વામી રાસ', નલદવદતી પ્રબંધ’ વગેરે કૃતિઓ પરના તેમના લેખો દૃષ્ટાંત લેખે જોઈ શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org