________________
તોપણ આખ્યાનકલાની અવનવી સિદ્ધિ જે પ્રેમાનંદ, ભાલણ વગેરેમાં જોવા મળે છે તે દયારામનાં આખ્યાનોમાં જોવા મળતી નથી. એટલા માટે જ આખ્યાન સાહિત્યના ઇતિહાસમાં દયારામનું સ્થાન ઐતિહાસિક દૃષ્ટિએ જેટલું મહત્ત્વનું છે તેટલું ગુણવત્તાની દષ્ટિએ નથી.” જોઈ શકાશે કે ગમે તેટલા મોટા સર્જકનું મૂલ્યાંકન કરતી વખતે પણ ડૉ. શાહ પોતાની વિવેકબુદ્ધિ જાગૃત રાખે છે. નાનામાં નાના કવિને પોતાની લેખનીથી અન્યાય ન થઈ જાય અને મોટામાં મોટા કવિના મૂલ્યાંકનમાં ઔચિત્ય જોખમાય નહિ એ માટે તેઓ હંમેશાં સભાન રહે છે.
‘ક્રિતિકામાં આ બે અભ્યાસલેખો ઉપરાંત એક ડઝન એવા લેખો છે જેમાં મુખ્યત્વે મધ્યકાલીન સાહિત્યના પ્રમાણમાં ગૌણ કવિઓ, ગૌણ કૃતિઓ અને પારિભાષિક વિષયો વિશે પ્રકાશ પાડવામાં આવ્યો છે. એ લેખોનાં શીર્ષકો આ મુજબ છે : “નિયાણુ', “સંલેખના', “શ્રી સિદ્ધસેન દિવાકર', “ઉપાધ્યાય કવિશ્રી ગુણવિનય', સીતારામ ચોપાઈ', “થાવસ્યાસુત રિષિ ચોપાઈ', ‘મૂર્ખ ફાગ', “મોહિની ફાગુ', ‘વિરહ દેસાઉરી ફાગુ', બ્રહ્માનંદ સ્વામીત “સતીગીતા', હર્ષકુંજરગણિરચિત “રાવણ પાર્શ્વનાથ ફાગુ', “માતૃકા ફાગુ'. આ લેખો ડૉ. શાહના સંશોધક પાસાને ઉપસાવી આપે છે.
રમણલાલ પાસેથી ૧૯૯૯માં ગૂર્જર ફાગુસાહિત્ય' નામનો અભ્યાસગ્રંથ સાંપડ્યો છે. ફાગુકાવ્યનું સ્વરૂપ અને એનો વિકાસ ઠેઠ કૉલેજના અધ્યયનકાળથી જ તેમના રસનો વિષય રહ્યાં હતાં. ઘણાં વર્ષોના પરિશ્રમ પછી તેઓ આ વિષય પર એક અધિકૃત સર્વગ્રાહી ગ્રંથ આપી શક્યા છે. પ્રથમ પ્રકરણમાં ફાગુના કાવ્યપ્રકારનો પરિચય કરાવી તેમણે બીજા પ્રકરણમાં ફાગુકાવ્યની વિકાસરેખા આંકી આપી છે. એ પછીનાં બાર પ્રકરણોમાં તેમણે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યનાં લગભગ બધાં જ ફાગુકાવ્યોનો સંક્ષિપ્ત પરિચય કરાવી, તેનો આસ્વાદ કરાવી મૂલ્યાંકન કર્યું છે. માત્ર ત્રીજા પ્રકરણમાં જ નેમિનાથ વિશેનાં પચાસ ફાગુકાવ્યો વિશે વિવરણ-વિવેચન સાંપડે છે. આ ઉપરાંત સ્થૂલિભદ્ર વિશેનાં, તીર્થ વિષયક, અન્ય તીર્થકર વિષયક, આધ્યાત્મિક, વૈષ્ણવ, લોકકથા વિષયક અને સંસ્કૃત ફાગુકાવ્યો વિશે પણ તેમણે લખ્યું છે. વસંતશૃંગારનાં ફાગુકાવ્યોમાં અજ્ઞાતકવિકૃત ‘વસંતવિલાસ મધ્યકાળનું સર્વશ્રેષ્ઠ ફાગુકાવ્ય છે. તેના વિશે તેમણે જરા વિસ્તારથી લખ્યું છે. નમૂના ખાતર એ લેખ આ સંપાદનમાં લીધો છે.
નળદમયંતીની કથા મધ્યકાળની લોકપ્રિય કથા હતી. રમણલાલે ઈ. સ. ૧૯૬ ૧માં મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરવા “નળદમયંતીની કથાનો વિકાસ' વિષય પર શોધપ્રબંધ લખ્યો હતો. સ્વાભાવિક રીતે જ તેમને જેન
२५
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org