________________
બનતાં તે ચાર પુરુષો સાથે કેવી કામક્રીડા માણે છે તેનું નિરૂપણ કવિએ આ ફ-કાવ્યમાં કર્યું છે. કવિએ કાવ્યમાં કેટલાક અશિષ્ટ શબ્દો પણ પ્રયોજ્યા છે. નિષિદ્ધ અને ખાનગીમાં ગવાતાં અશ્લીલ ફાગુઓનો કંઈક ખ્યાલ આપે એવા પ્રકારનું આ કાવ્ય છે.
ફાગુના કાવ્યસ્વરૂપના આરંભકાળથી જ એમાં કોઈક કથાનક લેવાની પરંપરા જૈન સાધુ કવિઓમાં ચાલુ થઈ ગઈ હતી. પરંતુ એમાં ઉત્તરોત્તર વધુ વ્યાપકતા આવતી ગઈ હતી અને પૌરાણિક કે ઐતિહાસિક કથા ઉપરાંત પ્રચલિત લોકકથા લેવાનું પણ ચાલુ થયું હતું.
વિક્રમના સત્તરમા શતકના કવિ કનકસોમે પોતાના ફાગુકાવ્ય માટે મંગલકલશની વાત પસંદ કરી છે. આ કથા પૌરાણિક કે ઐતિહાસિક નથી, પરંતુ કાલ્પનિક છે. અલબત્ત, મધ્યકાળમાં એ કથા જૈન કવિઓમાં એટલી પ્રચલિત થઈ હતી કે એના ઉપર સંસ્કૃતમાં ને ગુજરાતીમાં રાસાદિ કાવ્યો લખાયાં છે. એટલે આ કથાનક ફાગુ માટે પસંદ થાય એ સ્વાભાવિક છે. અલબત્ત, મંગલકલશ વિશે માત્ર આ એક જ ફાગુકાવ્ય પ્રાપ્ત થાય છે. એટલે કે એનું અનુસરણ ફાગુ તરીકે પછી થયું નથી.
મંગલકલશ એ વ્યક્તિવિશેષનું નામ છે. આ પ્રચલિત કથાના નિરૂપણ દ્વારા કવિનો ઉદ્દેશ તો ધર્મબોધ આપવાનો છે. ફાગ, દુહા, ચુપઇ, અઢયા તથા વિવિધ દેશીઓની ૧૬ ૬ કડીમાં આ કૃતિની રચના થઈ છે. એમાં ફાગુના થોડાંક લક્ષણો છે, પણ મહત્ત્વનાં લક્ષણો નથી. કર્તાએ પોતે જ એને ફાગુકાવ્ય તરીકે ઓળખાવ્યું છે. એ પરથી ફાગુકાવ્યના સ્વરૂપનો ખ્યાલ કેટલો વ્યાપક બન્યો હશે તે જણાય
પ્રકીર્ણ વિષયનાં ફાગુકાવ્યો
નેમિનાથ, અન્ય તીર્થકરો, સ્થૂલિભદ્ર, ગુરુ ભગવંતો, તીર્થો વગેરે વિશે વિવિધ પ્રકારનાં ફાગુકાવ્યો લખાયાં છે. તદુપરાંત એવાં કેટલાક ફાગુકાવ્યો લખાયાં છે કે જેનો સમાવેશ આવા કોઈ વિષયવાર વર્ગીકરણમાં થઈ શકતો નથી. એથી એવાં શગુકાવ્યોને પ્રકીર્ણ વિષયનાં ફાગુકાવ્ય તરીકે ઓળખાવવાં એ જ વધુ ઉચિત ગણાય. આવાં ચારેક ફાગુકાવ્યોનકી માહિતી ઉપલબ્ધ છે. આ ચારે કાવ્યનો નિશ્ચિત રચનાકાળ જાણવા મળતો નથી.
આ ચાર ફાગુમાવ્યો છે: ૧. અજ્ઞાત કવિકૃત “મૂર્ખ ફાગ', ૨. અજ્ઞાત કવિકૃત “માતૃકા ફાગ', ૩. જીતચન્દ્રકૃત ‘ભાસ ફાગણી', ૪. અજ્ઞાત કવિકૃત ‘ગણપતિ ફાગ'. ૬૫ કડીના “મૂર્ખ ફાગની ફાગુબંધમાં થયેલી રચના જોતાં તે કાવ્ય કોઈ
ફગુકાવ્યની વિકાસરેખા - ૨૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org