________________
કૃતિ હોય એમ માનવામાં આવે છે. શ્રીકૃષ્ણ અને ગોપીઓના વસંતવિહારનું એમાં નિરૂપણ છે. એના આલેખનમાં સુપ્રસિદ્ધ ફાગુકાવ્ય ‘વસંતવિલાસ’નો પ્રભાવ પડ્યો હોય એમ સ્પષ્ટ જણાય છે.
અજ્ઞાત કવિકૃત ‘હરિવિલાસ ફાગુ' નામની કૃતિમાં ભાગવતના દશમ સ્કંધના આધારે શ્રીકૃષ્ણ અને ગોપીઓની રાસક્રીડાનું વર્ણન થયેલું છે. તદુપરાંત એમાં કંસવધ, પ્રલંબનવધ, કાલિયમર્દન, ગોવર્ધન પર્વત વગેરે ઘટનાઓનું પણ વર્ણન થયું છે. આ કાવ્યની ૧૩૨ કડી મળે છે, પણ કાવ્યમાં છેલ્લી થોડીક કડીઓ ખૂટતી હોય એમ લાગે છે. એ હસ્તપ્રતની ક્ષતિ હોવાનો સંભવ છે. એકંદરે આ એક મહત્ત્વની સમર્થ કૃતિ હોવાની છાપ પડે છે. વિક્રમના સોળમા શતકના કવિ કેશવદાસકૃત ‘વસંતવિલાસ' એ કોઈ સ્વતંત્ર કૃતિ નથી, પણ ૪૧ સર્ગમાં લખાયેલા એમના ‘શ્રીકૃષ્ણલીલા કાવ્ય'નો તે એક ખંડ છે. એમાં શ્રીકૃષ્ણ અને ગોપીઓની રાસલીલાનું અને વસંતક્રીડાનું આંતરયમકવાળા દુહામાં નિરૂપણ થયું છે. કવિએ એમાં શૃંગા૨૨સનું રસિક અને શિષ્ટ નિરૂપણ કર્યું છે.
કવિ ચતુર્ભુજકૃત ‘ભ્રમરગીતા' સોળમા શતકની કૃતિ છે. એમાં શ્રીકૃષ્ણ અને ગોપીઓના વિરહનું આલેખન થયું છે. શ્રીકૃષ્ણ ઉદ્ધવને પોતાના સંદેશા સાથે ગોકુળ મોકલે છે. ઉદ્ધવ નંદયશોદાને અને ગોપ-ગોપીઓને મળે છે અને શ્રીકૃષ્ણના પ્રસંગોને સંભારે છે. ગોપીઓએ પોતાની જે ઉત્કટ વિરહવેદના વ્યક્ત કરી છે તેનું સરસ નિરૂપણ આ ફાગુકાવ્યમાં થયું છે.
આપણા ફાગુસાહિત્યમાં વિષયનિરૂપણની દૃષ્ટિએ આ વૈષ્ણવ ફાગુકાવ્યો જુદી વિશિષ્ટ ભાત પાડે છે.
લોકકથા-વિષયક ફાગુકાવ્યો
ફાગુકાવ્યમાં વસંતવર્ણન અને શૃંગા૨૨સનું નિરૂપણ આવશ્યક છે. પરંતુ શૃંગા૨૨સનું નિરૂપણ કરવામાં કેટલુંક સાહસ પણ છે. એમાં પણ વિષય તરીકે હલકી લોકકથા લેવામાં આવી હોય ત્યારે તો કાવ્ય કેટલી ઊતરતી કોટિનું બને છે તે જોવા મળે છે. મધ્યકાળમાં, વિશેષતઃ વિક્રમના સોળમા-સત્તરમા શતકમાં સ્થૂલ શૃંગા૨૨સનું અને કામક્રીડાનું ઉઘાડું વર્ણન કેટલાંક અશ્લીલ ફાગુકાવ્યોમાં થવા લાગ્યું હતું. કાવ્યતત્ત્વ અને અશિષ્ટ ગ્રામ્યતા એ બે વચ્ચેથી સરહદ પર આવે એવાં પણ કેટલાંક ફાગુકાવ્યો લખાયાં છે. એ માટે એવા પ્રકારની લોકકથા પસંદ થતી. વિક્રમના સોળમા સૈકામાં કોઈ અજ્ઞાત અજૈન કવિએ પોતાના મોહિની ફાગુ' માટે મોહિની અને વણજારાની અશિષ્ટ, બુદ્ધિ ચાતુર્યયુક્ત લોકકથા પસંદ કરી છે. આ કાવ્યની નાયિકા નામ પ્રમાણે ગુણ ધરાવતી મોહિની છે. પતિના વિયોગમાં કામાતુર
૨૪૮ * સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org