________________
કામરાનુકત “ચૈતન્ય ફાગ' અને ધર્મસાગ', લબ્ધિવિજયકૃત “અધ્યાત્મ ફાગ', અજ્ઞાત કવિકૃત રૂપક શૈલીનું અધ્યાત્મ ફાગ’, વૃદ્ધિવિજયકૃત “જ્ઞાનગીતા', સેવકકૃત આલોચના ફાગ' વગેરે કાવ્યો ઉપલબ્ધ છે. કેટલાકે એમાં રૂપકો પ્રયોજ્યાં છે. કવિ વૃદ્ધિવિજયજીએ તો “જ્ઞાનગીતા' નામની પોતાની કૃતિમાં વર્ણવ્યા પ્રમાણે મહારાજા પોતાના કામ, ક્રોધ, લોભ, મત્સર વગેરે સુભટો સાથે ચડાઈ કરે છે. નારીના નયનકક્ષ રૂપી બાણ ભલભલા પુરુષોના હૃદયને વીંધી નાખે છે. પરંતુ એવી નારીને વશ ન થવાની કવિ ભલામણ કરે છે, અને વશ ન થનાર મહાત્માઓનાં ઉદાહરણ આપે છે. કવિ આ રીતે સંયમ અને ઉપશમનો બોધ આપે છે.
કવિ ઉદયવિજયકૃત પાર્શ્વનાથ રાજગીતામાં આરંભની થોડીક કડીઓમાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ છે અને ત્યાર પછી નારીથી વિમુખ થવા માટેનો બોધ છે. વૃદ્ધિવિજય અને ઉદયવિજયના ફાગુકાવ્યોમાં ઘણું સામ્ય છે.
આમ, મધ્યકાલમાં જૈન કવિઓએ ફાગુકાવ્યનો આશ્રય લઈને ત્યાગ, વૈરાગ્ય, સંયમ, ઉપશમનો મહિમા ગાયો છે. વૈષ્ણવ ફાગુકાવ્યો
ફાગુકાવ્યોમાં મુખ્ય પ્રદાન જૈન કવિઓનું રહ્યું છે. પ્રાપ્ત થતાં દોઢસો જેટલાં ફાગુકાવ્યોમાં ૧૨૫થી વધુ ફાગુકાવ્યો જૈન કવિઓએ રચેલાં છે. આથી ફાગુકાવ્યોના જૈન વાતાવરણમાં વૈષ્ણવ ફાગુકાવ્યો સ્પષ્ટ જુદાં તરી આવે છે. એટલે માત્ર વિષયવાર સ્થૂલ વર્ગીકરણની દૃષ્ટિએ વૈષ્ણવ ફાગુકાવ્યોનો જુદો વિભાગ કરી શકાય. જોકે એ વિભાગ એટલો માતબર નથી, કારણ કે ફક્ત ચાર જેટલાં વૈષ્ણવ ગુમાવ્યો પ્રાપ્ત થાય છે, જેમાં એક અપૂર્ણ છે, એકનું કર્તૃત્વ સંદિગ્ધ છે અને એક અન્ય મોટી કૃતિમાં અંતર્ગત છે. આ ચારે ફાગુમાં ભાગવત પુરાણ અનુસાર શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો વર્ણવાયા છે. જૈન સાધુ કવિઓએ બહુધા પોતાની કૃતિને ઉપશમપર્યવસાયી બનાવી છે. વૈષ્ણવ ફાગુકાવ્યોમાં તેવું બન્યું નથી. વૈષ્ણવ ફાગુકાવ્યો નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે :
(૧) નતર્ષિકૃત “નારાયણ ફાગુ' (૨) અજ્ઞાત કવિકૃત “હરિ વિલાસ ફાગુ (૩) કેશવદાસકૃત ‘વસંત વિલાસ” (૪) ચતુર્ભુજકૃત “ભ્રમરગીતા'
નારાયણ ફાગુ' ૬ ૮ કડીની રચના છે. એના રચનાકાળ, રચનાસ્થળ કે રચનાક્રત વિશે કશી નિશ્ચિત માહિતી સાંપડતી નથી. આ કોઈ જૈન કવિની કૃતિ હોઈ શકે એવો મત પણ દર્શાવાયો છે. ભાષાસ્વરૂપ પરથી તે પંદરમા શતકની
ફાગુકાવ્યની વિકાસરેખા ૨૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org