________________
આધ્યાત્મિક ક્ષગુકાવ્યો
વસંતવર્ણન અને સ્કૂલ-સૂક્ષ્મ શૃંગારરસનું નિરૂપણ એ ફાગુકાવ્યનાં મહત્ત્વનાં લક્ષણો છે, પરંતુ કામપોષક પૂલ શૃંગારરસનું નિરૂપણ જૈન સાધુ કવિઓને માન્ય ન જ હોય એ દેખીતું છે. એટલે કેટલાક જૈન કવિએ શૃંગારરસનો યત્કિંચિત નિર્દેશ કરી, સંયમ-પર્યવસાયી કૃતિઓની રચના કરી, તો કેટલાકે હોળી અને ફાગ ગાવાના પ્રસંગને જ રૂપક શૈલીએ ઘટાવી આ કાવ્યપ્રકારને આધ્યાત્મિક વળાંક આપ્યો છે. મધ્યકાલમાં પાંચદસ જેટલી કડીની પદના પ્રકારની આવી ઘણી રચનાઓ થઈ છે. હોરીનો એક સ્વતંત્ર કાવ્યપ્રકાર વિકસ્યો હતો અને એવી સંખ્યાબંધ કૃતિઓની રચના થઈ હતી. (ભીમશી માણેકે આવો એક હોરીસંગ્રહ' પ્રસિદ્ધ કર્યો હતો. જોકે આવી બધી રચનાઓમાંથી કેટલીક કૃતિઓ ફાગુના કાવ્યપ્રકારમાં સમાવેશ કરી શકાય એવી છે.
આવા આધ્યાત્મિક પ્રકારનાં દસથી વધુ ફાગુકાવ્યો મળે છે. વિક્રમના સોળમાં શતકમાં કોઈ અજ્ઞાત કવિએ “વાહણનું ફાગ'ની રૂપકૌલીએ રચના કરી છે. એમાં સંસાર તે સમુદ્ર, કાયા તે વહાણ, તે દ્વારા પહોંચવાનું છે મુક્તિપુરી, વહાણમાં તારૂપી કૂવાસ્તંભ છે, શિયળરૂપી સઢ છે, જ્ઞાનરૂપી લંગર છે, ધર્મધ્યાનરૂપી હલેસાં છે, મનરૂપી વાયુ છે ઇત્યાદિ રૂપકો પ્રયોજાયાં છે.
આ ફાગુકાવ્યમાં વસંતવર્ણનથી, શૃંગારરસનું નિરૂપણ નથી. ફાગુનું એક મહત્ત્વનું લક્ષણ તે આંતરયમકવાળા દુહા એમાં છે. કવિએ આ કાવ્યમાં રૂપકની સચોટ અને ઔચિત્યપૂર્ણ કલ્પના કરી છે.
સત્તરમા સૈકામાં આપણને રંગકુશલકત “ભાવવૈરાગ્ય હોલી ફાગ', બનારસીદાસકૃત “અધ્યાત્મ ફાગ’ અને લબ્ધિરત્નકૃત “શીલ ફાગ' જેવી કૃતિઓ સાંપડે છે. રંગકુશલ પોતાની ફાગુકતિમાં રૂપક પ્રયોજતાં કહે છે કે ધર્મરૂપી હોળી છે અને તે રમવાનું સ્થળ પૌષધશાળા છે. રમનાર ચતુર્વિધ સંઘ છે. શીલ તે કુંકુમનાં છાંટણાં છે, શ્રાવકના ગુણ તે કેસૂડાં છે, કર્મવિચારણારૂપી પિચકારી છે, ચૌદ ગુણસ્થાનરૂપી સ્તંભ છે અને ધ્યાનરૂપી ધજા છે. બનારસીદાસે પોતાના ફાગુકાવ્યમાં યોજેલા રૂપક પ્રમાણે સંશયરૂપી પાનખર વીતી ગઈ છે, માયારૂપી અંધારી રાત્રિ પૂરી થઈ ગઈ છે, મોહરૂપી કાદવ સુકાઈ ગયો છે, વસંતપ્તનું આગમન થતાં સુમતિરૂપી કોકિલા કૂજન કરવા લાગી છે, દયા રૂપી મીઠાઈ છે, તારૂપી મેવા છે, શીલરૂપી સલિલ છે અને સંયમરૂપી નાગરપાન છે.
| વિક્રમના અઢારમા શતકમાં લક્ષ્મીવલ્લભગણિકત “અધ્યાત્મ ફાગ', કામરાજુકૃત ચૈતન્ય ફાગ” અને “ધર્મસાગ, લબ્ધિવિજયકૃત ‘અધ્યાત્મ ફાગ',
ર૪૬ . સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org